બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'સ્કાય ફોર્સ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તાજેતરમાં અક્ષયે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન તેમને અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે પણ વાત કરી હતી. અક્ષય કુમારે સૈફ અલી ખાનની બહાદુરીના વખાણ કર્યા હતા.
અક્ષયે સૈફના વખાણ કર્યા
16 જાન્યુઆરીની રાત્રે એક ચોર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર છરીથી હુમલો કર્યો. પોતાના પરિવારને બચાવવા માટે, સૈફે ચોરનો સામનો કર્યો, જેના કારણે તે ઘાયલ થયો. સૈફ અલી ખાન વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું કે તે ખૂબ જ સારી વાત છે કે સૈફ અલી ખાન સુરક્ષિત છે. અમે ખુશ છીએ. સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ ખુશ છે કે તે સુરક્ષિત છે. આપણે તેમના પરિવારનું રક્ષણ કરવામાં તેમની બહાદુરીની કદર કરવી જોઈએ અને હું તેમને સલામ કરું છું.
અક્ષય કુમારે સૈફ અલી ખાન સાથે ફિલ્મ કરવાની પણ વાત કરી. તેમણે કહ્યું મેં સૈફ સાથે 'મૈં ખિલાડી તુ અનાડી' ફિલ્મ કરી છે. પણ આગલી વખતે જો અમે ફિલ્મ કરીશું તો 'તુ ખિલાડી' ફિલ્મ બનાવીશું."
સૈફને ક્યારે અપાશે હોસ્પિટલમાંથી રજા ?
સૈફ અલી ખાન વિશે વાત કરીએ તો તેની તબિયત પહેલા કરતાં ઘણી સારી છે. અભિનેતાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે હવે ખતરામાંથી બહાર છે. સૈફ અલી ખાનની બે સર્જરી થઈ છે, જેમાંથી એક સર્જરીમાં તેમની કરોડરજ્જુ પાસે અટવાયેલી 2.5 ઇંચની છરીનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો છે. અભિનેતા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. જો કે એક માહિતી એ પણ મળી છે કે આજે કદાચ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી શકે છે.
આ દિવસે ફિલ્મ રિલીઝ થશે
'સ્કાય ફોર્સ' ની વાત કરીએ તો, અક્ષય કુમારની આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. 'સ્કાય ફોર્સ' ફિલ્મનું દિગ્દર્શન અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાણી દ્વારા કરવામાં આવ્યું છે. વીર પહાડિયા 'સ્કાય ફોર્સ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. વીર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. અભિનેત્રી જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહારિયા વીરનો ભાઈ છે.

  • Follow us on: