પટૌડી પરિવારની કરોડો રૂપિયાની સંપત્તિ પર ઉઠ્યા છે સવાલ, સોશિયલ મીડિયા પર જબલપુર હાઇકોર્ટનો એક આદેશ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આદેશમાં જબલપુર હાઇકોર્ટે પટૌડી પરિવારને 30 દિવસમાં પોતાનો પક્ષ મુકવા માટે જણાવ્યુ છે. પટૌડી પરિવારે પોતાના તરફથી સ્પષ્ટૂતા આપી છે કે નહી. તે અંગે કોઇ વલણ સામે આવ્યુ નથી. તો આ તરફ સૈફ અલી ખાનની પારિવારીક સંપત્તિ સામે પ્રશ્ન ઉભા થયા છે.


શુ છે હાઇકોર્ટનો આદેશ ? 

જબલપુર હાઇકોર્ટની ખંડપીઠે 13 ડિસેંબરના રોજ આદેશ આપ્યો હતો. જે 21 જાન્યુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કોર્ટે 1 મહિનામાં પટૌડી પરિવારને પોતાની સ્પષ્ટતા આપવા માટે આદેશ કર્યો છે. પરંતુ પટૌડી પરિવારે આ અંગે કોઇ કાર્યવાહી હાથ ધરી છે કે નહી તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. આ પરિસ્થિતીમાં ભોપાલના કલેક્ટર કૌશલેંદ્ર વિક્રમ સિંહે જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટના આદેશ બાદ જ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર જબલપુર HCનો આદેશ વાયરલ

મધ્યપ્રદેશ હાઇકોર્ટ જબલપુરમાં 2015થી શત્રુ સંપત્તિના મામલામાં બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન, તેમની માતા શર્મિલા ટાગૌર, બહેન સોહા અલી ખાન, સબા અલી ખાન તથા મંસૂર અલી ખાન પટૌદીની બહેન સબીહા સુલતાન પર આ કેસ ચાલી રહ્યો છે. ભોપાલમાં પટૌડી પરિવારને ઓળખનારા લોકો ફ્લૈગ હાઉસ પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, હાઇકોર્ટે સંપત્તિઓ પર લગાવેલો સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટ દ્વારા સંપત્તિ પર લગાવેલો સ્ટે હટાવ્યા બાદ, સૈફ અલી ખાન, તેમના પરિવાર અથવા તેમના વકીલ તરફથી કોઇ નિવેદન હજુ સામે આવ્યુ નથી.

કરોડોની સંપત્તિ કોની ?

મુંબઇ સ્થિત શત્રુ સંપત્તિ અભિરક્ષક કાર્યાલય 2015માં ભોપાલ નવાબની જમીનને સરકારી જાહેર કરવામાં આવી છે. જે બાદ પટૌડી પરિવાર કોર્ટમાં ગયા હતા. 1947માં ભોપાલ નવાબોની સંપત્તિ ગણાવામાં આવતી હતી. જેના અંતિમ નવાબ તરીકે નવાબ હમીદુલ્લાહ ખાનને યાદ કરવામાં આવે છે. જે મંસૂર અલી ખાન પટૌદીના નાના હતા. જ્યાં કેંદ્ર સરકાર નવાબ હમીદુલ્લાહ ખાનની પુત્રી આબિદાને સંપત્તિના હકદાર ગણાવે છે. અને ભોપાલ તથા તેની આસપાસની તમામ સંપત્તિઓને શત્રુ સંપત્તિ તરીકે દર્શાવે છે. તો આ તરફ, સૈફ અલી ખાન અને તેમનો પરિવાર પોતાની દાદી એટલે કે નવાબ હમીદુલ્લાહ ખાનની બીજી પુત્રી સાજિદા સુલ્તાનને સંપત્તિના અસલી હકદાર માને છે. ભોપાલમાં પટૌડી પરિવાર કોહેજિફા સ્થિત અહમદાબાદ પેલેસ નજીક ફ્લૈગ સ્ટાફ હાઉસ પર દાવો કરે છે. જેની કિંમત 15 હજાર કરોડ કરતા પણ વધારે છે.  

  • Follow us on: