- સૈફ અલી ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો
- સૈફ કેવી રીતે ઘાયલ થયો તેની માહિતી હજુ સુધી સામે આવી નથી
- હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ તેમના ઘૂંટણ અને ખભામાં ફ્રેક્ચર થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઘૂંટણ પર સર્જરી કરવામાં આવી છે. જો કે, સૈફ કેવી રીતે ઘાયલ થયો તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં સૈફ સાથે તેની અભિનેત્રી પત્ની કરીના કપૂર ખાન પણ હાજર છે.
સૈફ અલી ખાન હાલમાં સાઉથની ફિલ્મ દેવરામાં કામ કરી રહ્યો છે. આમાં તે બહિરાનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર પણ છે. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. શક્ય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો હોય પરંતુ સાચું કારણ હજુ સામે આવ્યું નથી.










