દક્ષિણ ભારતના સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ "સરકાર"ની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ "સિકંદર". આ દાવો એક્ટર કેઆરકેએ કર્યો છે. ઇદના સમયે કિલીઝ થઇ રહેલી ફિલ્મ "સિકંદર" તેના શૂટીંગના શરુઆતથી જ ચર્ચામાં છે. તેનું બજેટ, સ્ટાર કાસ્ટ, મ્યુઝિક અને તેના ડિરેક્ટર. આ બધી વસ્તુઓના કારણે ફિલ્મ "સિકંદર" ટોક ઓફ ધ ટાઉન બની છે. પરંતુ કેઆરકે એટલે કે ક્રિટીક્સ કમાલ રાશિદ ખાને કરેલા દાવા બાદ ફરી ફિલ્મ મામલે ચર્ચાનો દૌર શરુ થયો છે.


કેઆરકેએ કર્યો ફિલ્મ અંગે દાવો

કેઆરકે એટલે કે ક્રિટીક્સ કમાલ રાશિદ ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેઓએ સલમાન ખાનની ફિલ્મ "સિકંદર" અંગે કટાક્ષ કર્યો છે. તેઓએ જણાવ્યુ છે કે, સલમાન ખાનની ફિલ્મ "સિકંદર" દક્ષિણ ભારતના સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ "સરકાર"ની રિમેક છે. 27 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ "સિકંદર"નું ટીઝર રિલીઝ થયુ હતુ. જે બાદ સોશિયલ મીડિયામાં ફિલ્મ "સિકંદર" અને દક્ષિણ ભારતની ફિલ્મ "સરકાર"ના અમુક સીન શેયર કરવામાં આવ્યા હતા. જે બાદ યુઝર્સે બંને ફિલ્મની તુલના કરતા કમેંટ પોસ્ટ કર્યા હતા.

કેઆરકેએ શું લખ્યુ ?

બંને ફિલ્મના સીન પોસ્ટ કર્યા બાદ અને તેની તુલના કર્યા બાદ એ વાત નક્કી છે કે આ ફિલ્મ રિમેક છે. ફિલ્મ "સિકંદર" દક્ષિણ ભારતના સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ "સરકાર"ની રિમેક છે કે નહીં તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે. સાઉથની ફિલ્મના દિગ્દર્શક એઆર મુરુગદાસના ડાયરેક્શનમાં ફિલ્મ "સિકંદર" બની રહી છે. સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલ પણ જોવા મળેશે. તો કટપ્પાની ભૂમિકાથી વધુ પ્રખ્યાત થયેલા સત્યરાજ આ ફિલ્મમાં વિલેનના રોલમાં છે. સલમાન ખાન અને સત્યરાજ બંને આ ફિલ્મમાં આમને-સામને જોવા મળશે. સલમાન ખાન ફિલ્મ "સિકંદર"માં એક્શન સિકવન્સમાં દેખાશે. 

  • Follow us on: