- સલમાનની ફિલ્મ 'ટાઈગર 3'ની ચારેયકોર ચર્ચા
- અભિનેતાએ 'ટાઈગર 3'નું પહેલું પોસ્ટર શેર કર્યું
- સલમાન-કેટરિના ફુલ એક્શનમાં જોવા મળ્યા
જ્યા એક તરફ શાહરૂખ ખાન 'જવાન' ને લઇને ચર્ચામાં છે, તો બોલિવૂડના બીજા ખાન સલમાન ખાને પણ તૈયારી કરી લીધી છે. YRF એ રવિવારે 'ટાઈગર 3' નું પહેલું પોસ્ટર લોન્ચ કર્યું અને જેને જોતા લાગી રહ્યું છે કે તે એક્શનથી ભરપૂર ડ્રામા હશે . પોસ્ટરમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ પણ ફુલ એક્શનમાં જોવા મળી રહી છે.
સલમાન ખાને પોતે 'ટાઈગર 3'નું એક ધમાકેદાર પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે તેની 'ઝોયા' કેટરિના કૈફ સાથે બંદૂક પકડીને જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરને શેર કરતા અભિનેતાએ લખ્યું, 'આ રહા હું. ટાઇગર 3 દિવાળી 2023 પર રિલીઝ થશે. હિન્દી, તમિલ અને તેલુગુમાં આ ફિલ્મનો આનંદ માણો. તમે જાણો છો કે મનીષ શર્મા 'ટાઈગર 3'નું નિર્દેશન કરી રહ્યા છે.










