બોલીવુડના જાણીતા સ્ટાર સલમાન ખાન ફિલ્મ 'સિકંદર'થી મોટા પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે. સમલાન ખાન પણ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરે છે. આ ફિલ્મ સિવાય સલમાન ખાન પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે.
તાજેતરમાં જ સલમાન ખાન પણ ભારે સુરક્ષા વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મતદાન કરવા આવ્યો હતો.આ બધા પછી સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી છે. સલમાન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ પોસ્ટમાં શું ખાસ છે.
પિતાની બાઈક પર જોવા મળ્યો સલમાન ખાન
તેના ઘર પર હુમલો થયો ત્યારથી, સલમાન ખાને ફેન્સ સાથે તેની વાતચીત ઘણી ઓછી કરી દીધી છે, પરંતુ ભાઈજાન તેના નવા ફોટા શેર કરે છે અને તેના ફેન્સને ઈન્સ્ટાગ્રામ પર અપડેટ્સ આપે છે. આ દરમિયાન સમલાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે. સલમાન ખાને તેના પિતા સલીમ ખાન સાથેની તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં સલીમ ખાન તેની પ્રથમ બાઈક સાથે જોવા મળે છે. તો બીજી તસવીરમાં સલમાન ખાન તેના પિતાની બાઈક ચલાવતો જોવા મળ્યો હતો. સલમાન ખાને આ તસવીરો ખૂબ જ સુંદર કેપ્શન સાથે શેર કરી છે.
https://www.instagram.com/p/DCohklxvujx/?utm_source=ig_embed&ig_rid=08e5e262-9eb4-4fcc-a43c-293f4e172d0a&img_index=1
સલમાન ખાનની તસવીરો પર ફેન્સે વરસાવ્યો પ્રેમ
સલમાન ખાનની આ નવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. ભાઈજાનના ફેન્સ આ પોસ્ટ પર ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોને સલમાન ખાન અને સલીમ ખાનની જોડી પસંદ આવી હતી, જ્યારે કેટલાક ફેન્સ બાઈક વિશે પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા.