• ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત બંગલે કરાયો હતો હુમલો 
  • ફેસબુક પોસ્ટ દ્વારા સલમાન ખાનનો ઉલ્લેખ કરીને ધમીકી 
  • મુંબઈ પોલીસ કરી રહી છે સમગ્ર કેસની તપાસ 

પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના કેનેડા ખાતે આવેલ ઘરે મોડી રાત્રે હુમલો થયો હતો. તેને ફેસબુક પોસ્ટ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી. ધમકીમાં ગિપ્પીને કહેવામાં આવ્યું હતું કે તે સલમાન ખાનનો મિત્ર હોવાથી તેની સાથે આવું થઈ રહ્યું છે. હવે આ મામલે એક નવું અપડેટ આવ્યું છે. મુંબઈ પોલીસે સલમાનની સુરક્ષાની સમીક્ષા કરી છે. તો, જે એકાઉન્ટમાં તે ફેસબુક પોસ્ટ પોસ્ટ કરવામાં આવી હતી તેને પણ સર્ચ કરવામાં આવ્યું છે.

ફેસબૂકની કરાઇ પૂછપરછ

કેસની તપાસ કરતાં મુંબઈ પોલીસે એક્ટર સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો, તેને આ ધમકી વિશે જાણ કરવામાં આવી. મુંબઈ પોલીસે સલમાનને ફેસબુકની આ ધમકી વિશે જાણકારી આપી હતી. સલમાનને ફેસબુક પોસ્ટ દ્વારા આડકતરી ધમકી આપવામાં આવી છે. આ એકાઉન્ટ લોરેન્સ બિશ્નોઈના નામે બનાવવામાં આવ્યું છે. આમાં તેના ફોટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લોરેન્સના નામે બનાવેલું આ ફેસબુક એકાઉન્ટ ભારત બહારનું છે. આ પોસ્ટનું ફોલોઅપ લેતા મુંબઈ પોલીસ સુઓમોટોએ સલમાન ખાન સાથે વાત કરી છે. આ મામલે ફેસબુક ઓફિસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. એકાઉન્ટનું IP એડ્રેસ અને અન્ય વિગતોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

લોરેન્સ બિશ્નોઈના નામથી કરાઇ ફેસબુક પોસ્ટ 

જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈના નામે લખાયેલી આ પોસ્ટમાં ગિપ્પી માટે લખવામાં આવ્યું હતું કે તમે સલમાન ખાનને તમારો ભાઈ કહો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમારો ભાઈ સામે આવે અને તમને બચાવે.  એવું ન વિચારતો કે દાઉદ તને બચાવી લેશે. કોઈ તને નહિ બચાવી શકે. સિદ્ધુ મુસેવાલાના મોત પર તારો નાટકીય રિસ્પોન્સ જોયો છે. અમને બધાને ખબર છે કે તે કેવો માણસ હતો અને કેવા લોકો સાથે જોડાયેલો હતો. જ્યારે વિકી મેદુખેડામાં હતો ત્યારે તમે તેની આસપાસ ફરતા હતા અને પછી તમે સિદ્ધુ માટે વધુ રડવા લાગ્યા હતા. આ તો માત્ર ટ્રેલર હતું. આખું પીકચર બાદમાં રીલીઝ થશે. જે દેશમાં ભગવું હોય ભાગી જાઓ, પરંતુ યાદ રાખજો મોતને કોઈ વિઝા નથી લેવા પડતાં, તે વગર બોલાવે જ આવે છે.

જોકે, ધમકી મળ્યા બાદ, ગિપ્પીએ એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ સલમાનના મિત્ર નથી. તે તેઓને એક બે વાર જ મળ્યા છે. ઘરે થયેલા હુમલાથી તેઓ પોતે પણ શોકડ છે.


  • Follow us on: