• સંજય લીલા ભણસાલીની ક્લાસિક રોમાંસ ફિલ્મ આજે 25 વર્ષ પૂર્ણ કર્યા
  • ભણસાલીએ 'હમ દિલ દે ચૂકે સનમ'ના 25 વર્ષ પૂર્ણ થતા શેર કરી પોસ્ટ
  • સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ 1999માં રિલીઝ થઈ હતી

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ' એક એવી ફિલ્મ છે જેને દર્શકોએ વારંવાર જોઈ હશે. ફિલ્મના ગીતો હોય કે પછી સલમાન-ઐશ્વર્યાની જોડી. બધું એટલું સુંદર હતું કે, આ ફિલ્મ સુપરહિટ રહી. 'હમ દિલ દે ચૂકે સનમ'ની રિલીઝને 25 વર્ષ વીતી ગયા છે. આ અવસર પર મેકર્સે યાદોના બોક્સમાંથી એક વીડિયો પણ શેર કર્યો છે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ અને રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મોની વાત કરીએ તો 'હમ દિલ દે ચૂકે સનમ'નું નામ લેવામાં આવે છે. જ્યાં સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ફ્રેશ જોડી જોવા મળી હતી. એક એવી લવ સ્ટોરી જ્યાં પ્રેમ, બલિદાન, ઉજવણી અને લાગણીઓને સંજય લીલા ભણસાલીએ એટલી સારી રીતે દર્શાવી કે ફેન્સની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

'હમ દિલ દે ચૂકે સનમ'ના 25 વર્ષ

ફિલ્મના અદભૂત સંગીતે તેમાં ચાર્મ ઉમેર્યું છે. સંજય લીલા ભણસાલીની ઉત્કૃષ્ટ વાર્તા અને કલાકારોના શાનદાર અભિનય સાથે આ ફિલ્મ હજુ પણ આપણી યાદોમાં જીવંત છે અને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ભણસાલીના પ્રોડક્શન હાઉસની 25મી વર્ષગાંઠની ઉજવણીના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો શેર કરવામાં આવ્યો છે.

ભણસાલી પ્રોડક્શન્સે કેપ્શનમાં લખ્યું હતું કે, સંજય લીલા ભણસાલીની ક્લાસિક રોમાંસ ફિલ્મ આજે 25 વર્ષ પૂર્ણ કરે છે તેમ મેમરી લેન પર જાઓ. #25YearsOfHumDilDeChukSanam."

હમ દિલ દે ચૂકે સનમ કલેક્શન

સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વ્યવસાયિક રીતે સફળ રહી હતી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક બની હતી. અહેવાલ અનુસાર, ફિલ્મે સમગ્ર દેશમાં રૂ. 33 કરોડથી વધુનું કલેક્શન કરીને હિટ સ્ટેટસ હાંસલ કર્યું હતું જ્યારે તેનું બજેટ 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.


  • Follow us on: