દીપિકા પાદુકોણે ફિલ્મ 'સ્પિરિટ' છોડીને વિવાદ સર્જ્યો છે. આ તરફ, સંદીપ રેડ્ડી વાંગાએ દીપિકા પર વધુ ફી લેવાનો આરોપ લગાવ્યો છે. તો સાથે ફિલ્મ સેટ પર ગેરવર્તુણૂંક કરી હોવાનું પણ જણાવ્યુ છે. હવે આ વિવાદની વચ્ચે અન્ય અભિનેત્રીએ પ્રવેશ કરીને દીપિકાનું સમર્થન કર્યુ છે. તમન્ના ભાટિયાએ દીપિકાનું સમર્થન કર્યુ છે. આ વિવાદ મામલે હજુસુધી દીપિકાએ કોઇ જવાબ આપ્યો નથી. ફિલ્મ 'સ્પિરિટ' અંગે હોબાળો યથાવત્ છે.
સંદીપ-દીપિકા વિવાદ મામલો
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આ તરફ, ફિલ્મ 'કબીર સિંહ' અને 'એનિમલ'ના નિર્દેશક સંદીપ રેડ્ડી વચ્ચે વિવાદ સર્જોયો છે. આ હંગામો શાંત નથી થઇ રહ્યો. ત્યારે આ સમગ્ર મામલે હવે તમન્ના ભાટિયાએ પોતાના સુર પુરાવ્યા છે. તેણે દીપિકાનું સમર્થન કર્યુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી પોસ્ટ પર તમન્નાએ લાઇક કર્યુ છે. આ પોસ્ટમાં મેલ-ફિમેલ વચ્ચેના પે ગેપનું અંતર બતાવવામાં આવ્યુ છે. જેના પર તમન્નાએ લાઇક કર્યુ છે. આ પોસ્ટ જુની છે. જેમાં દીપિકા ફિલ્મ 'છપ્પાક'ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી રહી છે. જેમાં મીડિયીકર્મી પૂછે કે, ફિલ્મ 'છપ્પાક'ના તમે અને રણવીર સિંહ નિર્માતા છે. ઘરનો પૈસો ઘરમાં ડ રહેશે. તેના જવાબમાં દીપિકા કહે છે કે, આ મારો પૈસો છે. મે મહેનતથી કમાવ્યો છે. સ્ત્રી અને પુરુષ એક સરખા છે. સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાર કરવો યોગ્ય નથી.
તમન્ના ભાટિયાએ કર્યું સમર્શન
દીપિકા પાદુકોણે ફિલ્મ 'સ્પિરિટ' માટે નિર્દેશક સંદીપ રેડ્ડી સાથે કરાર કર્યો હતો. જે બાદ બન્ને વચ્ચે તકરાર થતા દીપિકાએ ફિલ્મ છોડી છે. તો આ તરફ, સંદીપે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તેઓએ વધુ ફી માગી હતી. અને વ્યવહાર પણ સારો કર્યો નથી. આ ઉપરાંત તેઓએ પોતાના માંગની લાંબી યાદી આપી હતી. તમન્નાએ વાયરલ પોસ્ટ લાઇક કરીને વિવાદમાં ઘી નાંખવાનું કામ કર્યુ છે. તમન્નાનું રિએક્શન ત્યારે સામે આવ્યુ છે જ્યારે દીપિકા અને સંદીપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તમન્નાની એન્ટ્રી થયા બાદ હજુ સુધી દીપિકા તરફથી કોઇ જવાબ આવ્યો નથી.