- મુન્ના ભાઇ અને સર્કિટ ફરીથી સાથે જોવા મળશે
- સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
- આ જોડીને સાથે જોઇ ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અરશદ વારસીને એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ ખુશીથી ઓછું નથી. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી આ જોડી લોકોની ફેવરિટ છે. મુન્નાભાઈ અને સર્કિટની કોમેડી જોઈને દર્શકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. દિગ્દર્શક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે લોકોના મન પર ઊંડી છાપ છોડી હતી. આ એક બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા ફિલ્મ હતી.
જે લોકો મુન્નાભાઈ અને સર્કિટને ફરી એકસાથે જોવા માંગતા હતા તેમના માટે એક સારા સમાચાર છે કારણ કે આ જોડી ફરી એકવાર રાજકુમાર હિરાણી સાથે કામ કરી રહી છે. ખરેખરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંજય દત્ત સંપૂર્ણપણે મુન્નાભાઈ ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. સંજય દત્ત ડિરેક્ટર સાથે હોસ્પિટલના સેટ પર પ્રવેશે છે. ત્યારે અરશદ વારસી પાછળથી સર્કિટ લુકમાં આવે છે.










