- સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
- ફ્લાઈટમાં એર હોસ્ટેસથી ભૂલથી જ્યુસ ઢોળાતા અભિનેત્રી ગુસ્સે
- તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ કોઈ શૂટિંગનો એક ભાગ છે: ફેન્સ
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન પોતાની અસામાન્ય સ્ટાઈલથી ફેન્સને ચોંકાવતી રહે છે. સારા ઘણીવાર સાર્વજનિક સ્થળોએ શાંત અને હસતી જોવા મળે છે. પરંતુ આ દિવસોમાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ નારાજ અને ગુસ્સામાં દેખાઈ રહી છે. આ વીડિયો પ્લેનની અંદરનો છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકોએ એ જાણવાની કોશિશ કરી હતી કે સારાને એવું શું થયું જેનાથી તે ગુસ્સે થઈ છે.
વાયરલ વીડિયોમાં સારા એક ફ્લાઈટમાં જોવા મળી રહી છે. તેની આસપાસ એરલાઈન્સનો સ્ટાફ દેખાય છે. વિડીયોમાં સારા ગુલાબી રંગના પોશાક, કર્લ્ડ વાળ અને મોટા હૂપ્સમાં જોવા મળે છે. તેને જોઈને લાગી રહ્યું છે કે, તે અત્યંત ગુસ્સમાં છે.










