- સતીશ કૌશિકે અપરણિત ગર્ભવતી અભિનેત્રીને મોકલ્યો હતો લગ્નનો પ્રસ્તાવ
- અભિનેતાને તેમના બે વર્ષના પુત્રનું અવસાન થતાં લાગ્યો હતો ભારે આઘાત
- તેમની ફિલ્મ 'રૂપ કી રાની ચોરોં કા રાજા' ફ્લોપ જતાં આત્મહત્યાનું વિચાર્યું
બોલિવૂડના દિવંગત અભિનેતા સતીશ કૌશિકને અભિનેતા, દિગ્દર્શક કે નિર્માતા કહો તેઓ ત્રણેય ક્ષેત્રોમાં સફળ રહ્યા છે. 9 માર્ચ 2023ના રોજ દુનિયાને અલવિદા કરનાર આ અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની જીવંતતા, અભિનય અને યાદગાર ફિલ્મો આજે પણ તેમને લોકોના મનમાં જીવંત રાખે છે. આજે 13મી એપ્રિલે સતીશ કૌશિકનો જન્મ દિવસ છે.
આ કલાકારોને સુપરસ્ટાર બનાવ્યા
સતીશ કૌશિકે અત્યાર સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. અભિનેતાની ફિલ્મોમાં કામ કરીને ઇન્ડસ્ટ્રીના ત્રણ કલાકાર સુપરસ્ટાર બન્યા. સતીશ કૌશિકે સલમાન ખાનની ફિલ્મ 'તેરે નામ' અને અનિલ કપૂરની ફિલ્મ 'હમ આપકે દિલ મેં રહેતે હૈ'નું નિર્દેશન કર્યું હતું. આ સિવાય તેણે ગોવિંદાની ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે જે બ્લોકબસ્ટર રહી હતી.
અપરણિત ગર્ભવતી અભિનેત્રીને મોકલ્યો લગ્નનો પ્રસ્તાવ
અભિનેતા સતીશ કૌશિકે ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રી નીના ગુપ્તાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે તે સમયે અભિનેત્રીએ ના પાડી દીધી હતી. હકીકતમાં નીના ગુપ્તા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. નીનાએ પોતાની બાયોગ્રાફીમાં આ ઉલ્લેખ શેર કર્યો છે. તેણે કહ્યું હતું કે જ્યારે તે લગ્ન કર્યા વિના માતા બનવાની હતી ત્યારે તે સમજી શકતી નહોતી કે બાળક વિશે દુનિયાને શું કહેવું. તે સમયે સતીશ કૌશિકે અભિનેત્રીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બે વર્ષના બાળકના મોતથી આઘાત લાગ્યો
સતીશ કૌશિકને તેમના બે વર્ષના પુત્રનું અવસાન થતાં ભારે આઘાત લાગ્યો હતો. તે સમયે અભિનેતા લોકોના સંપર્કથી દૂર થઈ ગયા હતા અને એકલા રહેવા લાગ્યા હતા. સતીશ કૌશિકને આ દુઃખમાંથી બહાર આવતાં ઘણાં વર્ષો લાગ્યાં હતા.
અભિનેતા આત્મહત્યા કરવા માંગતા હતા
સતીશ કૌશિકે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જોકે, તેમની ફિલ્મ 'રૂપ કી રાની ચોરોં કા રાજા' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આના કારણે અભિનેતા ખૂબ જ પરેશાન થઈ ગયા અને આત્મહત્યા વિશે વિચારવા લાગ્યા હતા. તેમણે શબાના આઝમી સાથેની મુલાકાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
દિકરીએ ચિતા પર પત્ર મૂક્યો હતો
જ્યારે સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે બધા ચોંકી ગયા હતા. તેમના મૃત્યુના એક મહિના બાદ તેમની 67મી જન્મજયંતિ પર એક કાર્યક્રમમાં બધાએ અશ્રુભીની આંખો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન અભિનેતાની પુત્રી વંશિકાએ તેના પિતા માટે લખેલો પત્ર વાંચી સંભળાવ્યો જેનાથી ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. ઘટનામાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વંશિકાને તે પત્ર તેના પિતાના અંતિમ સંસ્કાર પર મૂકવામાં આવ્યો હતો.