શાહરૂખ ખાનના ફેન્સ માટે ગઈકાલનો દિવસ ખૂબ જ ખાસ હતો. ફેન્સે કિંગ ખાનનો જન્મદિવસ ખૂબ જ અલગ અને યાદગાર રીતે ઉજવ્યો. શાહરૂખે આટલો પ્રેમ દર્શાવવા અને જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ તેમના ફેન્સનો પણ આભાર માન્યો હતો. પરંતુ ઉજવણીના આ માહોલ વચ્ચે તેણે એક એવી વાત પણ કહી, જેનાથી તેમના ફેન્સને ખરાબ લાગી શકે છે. આખરે શું છે એ જાહેરાત, જાણો?
બદલી જાશે શાહરૂખનો લુક
શાહરૂખે તેના જન્મદિવસ પર જાહેરાત કરી કે તેણે તેની આગામી ફિલ્મ 'કિંગ' માટે તેના વાળ કપાવી નાખ્યા છે. હવે તેના લાંબા વાળનો લુક દર્શકોને જોવા નહીં મળે. જ્યારે શાહરૂખના ફેન્સ આ લુકના દિવાના છે, ફેન્સને કિંગ ખાનના લાંબા વાળનો લુક ખૂબ જ ગમે છે. ઘણા ફેન્સની તેના જેવી જ હેરસ્ટાઈલ પણ રાખે છે, પરંતુ હવે શાહરૂખ આ સ્ટાઈલમાં જોવા નહીં મળે, તેણે પોતાના વાળ ટૂંકા કરાવી નાખ્યા છે.
નવો લુક રાખ્યો છે સીક્રેટ
શાહરૂખ ખાને તેના લાંબા વાળવાળો લુક બતાવતા કહ્યું કે, હવે મેં મારા વાળ કાપાવી નાખ્યા છે. પરંતુ તેનો નવો દેખાવ કેવો છે? તેમણે આ લુક સીક્રેટ રાખ્યો છે. જન્મદિવસના ઈન્વેટમાં શાહરૂખ કેપ પહેરીને જોવા મળ્યો હતો, જેના કારણે તેની નવી હેરસ્ટાઇલ ફેન્સને દેખાતી ન હતી. બની શકે છે કે ટૂંક સમયમાં જ પોતાના નવા લૂકમાં તસવીરો તેમના ફેન્સ સાથે શેર કરશે.
કિંગમાં કિંગ ખાનનો જાદુ જોવા મળશે
શાહરૂખને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. ટૂંક સમયમાં તે 'કિંગ' ફિલ્મનું શૂટિંગ કરશે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં તે કિલરનો રોલ કરશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ જોવા મળી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુહાના ખાન પણ આ ફિલ્મમાં હોઈ શકે છે. ફિલ્મમાં શાહરૂખ સાથે સુહાનાને જોવી એ દર્શકો માટે એક અલગ જ અનુભવ હશે.