• શાહરૂખે હાલમાં ટ્વિટર પર ફેન્સને કર્યો સવાલ કે શું તે સ્વિગીથી ભોજન મોકલશે
  • સ્વિગીએ જવાબ આપ્યો અને ખાવાનું લઈને ડિલિવરી બોયઝને શાહરૂખના ઘરે મોકલી દીધા
  • શાહરૂખ અને ફેન્સની વચ્ચેની મજેદાર વાતચીત અને સ્વિગીની થઈ રહી છે ચર્ચા

Shah Rukh Khan રોમાંસ અને એક્ટિંગ માટે જ નહીં પણ પોતાના સેન્સ ઓફ હ્યુમરને માટે પણ જાણીતા છે. તે ખાસ કરીને ટ્વિટર પર ફેન્સની સાથે Ask SRK સેશન પણ રાખે છે. તેમાં કેટલાક ખાસ સવાલોના રમૂજી જવાબ આપે છે. હાલમાં શાહરૂખે એકવાર ફરી ટ્વિટર પર ફેન્સની સાથે ચર્ચા કરી. એક ફેને શાહરૂખને ભોજનને લઈને સવાલ કર્યો. પછી શું. ફૂડ ડિલિવરી ફર્મ સ્વિગીએ શાહરૂખના ઘરની બહાર એકથી એક લઝીઝ પકવાન મોકલી દીધા.

શું હતો કિસ્સો

એક ફેને ટ્વિટર પર શાહરૂખને સવાલ કર્યો કે ભાઈ ખાવાનું ખાધું... શાહરૂખ જે પોતાના ગજબ સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા છે તેઓએ આ ટ્વિટનો જવાબ આપ્યો કે શું ભાઈ તમે સ્વિગીથી છો...મોકલી દેશો શું...હવે ફેન શાહરૂખને ભોજન મોકલી શકે કે નહીં પણ સ્વિગીને મોકો મળી ગયો.

 

શાહરૂખનો સવાલ, સ્વિગીએ મોકલ્યું ભોજન

સ્વિગીએ શાહરૂખનો આ સવાલ જોઈને તરત જ જવાબ આપ્યો અને લખ્યું કે અમે સ્વિગીથી છીએ...મોકલી દઈએ...હવે શાહરૂખે તેનો કોઈ જવાબ ન આપ્યો, પણ સ્વિગીએ એક અન્ય ટ્વિટમાં કેટલાક ડિલિવરી બોયનો ફોટો શેર કર્યો અને લખ્યું...અમે સ્વિગી વાળા છીએ અને અમે ડિનર લઈને આવી ગયા છીએ. ડિલિવરી બોયનો આ ફોટો શાહરૂખના મન્નતની બહારનો છે.

 

આવું છે શાહરૂખ ખાનનું વર્કફ્રન્ટ

પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન જલ્દી ફિલ્મ જવાનમાં જોવા મળશે. એટલીની આ ફિલ્મમાં તેઓ ડબલ રોલમાં જોવા મળશે. આ એક્શન થ્રિલર 7 સપ્ટેમ્બરે રીલિઝ થશે. જવાન સિવાય શાહરૂખ સલમાન ખાન સાથે ટાઈગર 3 અને પછી રાજકુમાર હીરાનીની ડંકીમાં પણ જોવા મળશે. 

  • Follow us on: