બોલિવૂડના કિંગખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. સલમાન ખાન બાદ હવે શાહરુખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.  મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. આ મામલે મુંબઇ પોલીસ તપાસ માટે રાયપુર પહોંચી છે.  


મહત્વનું છે કે એક તરફ એનસીપી લીડ઼ર બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે. તેવામાં હવે શાહરુખ ખાનને પણ ધમકી મળી રહી છે.. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો કોલ ફૈઝાન નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો, જે રાયપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જ ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 50 લાખની માંગણી કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં ફૈઝાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો કોલ ફૈઝાન નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો, જે રાયપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ફૈઝાન નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.શાહરૂખ ખાનને મારી નાખવાની ધમકી આપનાર ફૈઝાન નામના વ્યક્તિનો કોલ ટ્રેસ કરવામાં આવ્યો તો તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું. ફૈઝાનને ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડીમાં લીધો છે.

આ કલમો લાગુ

આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) અને 351(3)(4) લગાવવામાં આવી છે જો કે, આવુ પહેલીવાર નથી. વર્ષ 2023માં 'પઠાણ' અને 'જવાન'ની સફળતા બાદ પણ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, ત્યારબાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શાહરૂખ ખાનની સુરક્ષામાં વધારો

મુંબઈ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. હાલમાં પૈસાની માંગ સિવાય અન્ય કોઈ માંગણી કરવામાં આવી છે કે કેમ તે જાણવા મળ્યું નથી. જો કે શાહરૂખ ખાન પાસે હાલમાં વાય પ્લસ સુરક્ષા છે. આ ઉપરાંત તેનો પોતાનો બોડીગાર્ડ પણ છે, જે હંમેશા પડછાયાની જેમ શાહરૂખ ખાન સાથે રહે છે.

  • Follow us on: