- Jawanનું વર્લ્ડ વાઈડ કલેક્શન 1100 કરોડની ઉપર પહોંચ્યું
- Netflix પર મળેલ સફળતા બાદ લખી ઈમોશનલ નોટ
- ટોપ 10 ફિલ્મોમાં Jawan ફિલ્મની ત્રણ એડિશનનો સમાવેશ
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 2023માં ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ રહી. આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી, પરંતુ, નેટફ્લિક્સ પર રિલીઝ થયા બાદ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. એટલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ દેશભરના થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી અને લગભગ ત્રણ મહિના બાદ, શાહરૂખના જન્મદિવસ પર, 2 નવેમ્બરના રોજ, ફિલ્મ કોઈપણ કટ વિના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.
શાહરુખની ફિલ્મ Jawan છેલ્લા બે અઠવાડિયાથી વૈશ્વિક સ્તરે ટોચની 10 નોન-ઇંગ્લિશ ફિલ્મોના લિસ્ટમાં છે. Netflix પર રિલીઝ થયાના બે અઠવાડિયામાં Jawan ભારતમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ તરીકે રાજ કરી રહી છે. ભારતની ટોચની 10 ફિલ્મોની યાદીમાં હિન્દી, તેલુગુ અને તમિલમાં 'જવાન'ના સંસ્કરણો 10માંથી ત્રણ સ્થાન ધરાવે છે.
શાહરૂખ ખાને 'જવાન' ભારતમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બનવા પર ખુશી વ્યક્ત કરી. SRKએ કહ્યું હતું કે, “મને જણાવતા આનંદ થાય છે કે જવાન નેટફ્લિક્સ પર ભારતમાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મ બની ગઈ છે. વિસ્તૃત સંસ્કરણ રિલીઝ કરવી એ ફિલ્મને તેમનો અતૂટ પ્રેમ અને સમર્થન આપવા બદલ અમારા ચાહકોનો આભાર વ્યક્ત કરવાની અમારી રીત હતી. Netflix પ્રેક્ષકો તરફથી અમને જે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે તે ભારતીય સિનેમાની પ્રતિભાનો પુરાવો છે. જવાન માત્ર એક ફિલ્મ નથી, તે વાર્તા કહેવાની, જુસ્સો અને આપણા સિનેમાની વાઇબ્રન્ટ સ્પિરિટની ઉજવણી છે અને નેટફ્લિક્સ પર તેની સફળતા પર હું ગર્વ કરી શકતો નથી.”
નયનથારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા અભિનીત 'જવાન' આ વર્ષે શાહરૂખ માટે બીજી હિટ ફિલ્મ બની હતી. 'જવાન'નું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવ્યું હતું અને ગૌરી ખાન દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 7 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં, શાહરૂખ 'પઠાણ'માં જોવા મળ્યો હતો, જેણે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 1100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો, શાહરુખની આગામી ફિલ્મ 'ડિંકી' ટૂંક સમયમાં રિલિખ કરવામાં આવશે. આ ફિલ્મ રાજકુમાર હિરાની દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. 'ડિંકી'માં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.