- સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન પર શત્રુઘ્ન સિંહાએ કર્યો ખુલાસો
- જો હું મારી દીકરી સાથે નહીં ઊભો રહીશ તો કોણ ઊભું રહેશે: શત્રુઘ્ન સિંહા
- માતા-પિતા હંમેશા તેમના બાળકોની ખુશી માટે ઉભા રહે છે: શત્રુઘ્ન સિંહા
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ હવે પતિ-પત્ની છે. 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 23 જૂને બંનેએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ બંને અલગ-અલગ ધર્મોના હોવાથી આ સબંધને આગળ લઈ જવા માટે ઘણો સંઘર્ષ કરવા પડ્યો હતો.
શત્રુઘ્ન સિંહાની ધીરજ ખૂટતા કહી આ વાત
સોનાક્ષી હિન્દુ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે, ઝહીર ઈકબાલ મુસ્લિમ પરિવારમાંથી છે. એટલા માટે આ આંતરધર્મી લગ્ને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. બીજું કારણ એ હતું કે સોનાક્ષીનો ભાઈ લવ સેલિબ્રેશનમાં ભાગ લેતો ન હતો અને તેને ગુપ્ત પોસ્ટ દ્વારા સતત ટોણો મારતો હતો. હવે તેમની પુત્રીના લગ્નના 50 દિવસ પૂર્ણ થયા બાદ શત્રુઘ્ન સિંહાની ધીરજ ખૂટી ગઈ હતી તેથી તેમણે આ બાબતે મૌન તોડ્યું અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી હતી.
સોનાક્ષી અને ઝહીરના લગ્ન થઈ આવી ચર્ચા
સોનાક્ષી અને ઝહીરના લગ્ન પહેલા અને પછી અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ હતી. કોઈએ કહ્યું હતું કે અભિનેત્રીના બંને ભાઈઓ પણ આ લગ્નથી ખુશ નથી તો કોઈએ કહ્યું હતું કે અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિંહા પુત્રીથી નારાજ છે. કેટલાક લોકોએ તો લગ્નને 'ગેરકાયદેસર' અને 'બિનબંધારણીય' પણ જાહેર કર્યા હતા. હવે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને આ અંગે ખુલીને વાત કરી છે.
શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષીના લગ્નને લઈ કર્યો ખુલાસો
શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષી અને ઝહીરના સંબંધો વિશે બેફામપણે કહ્યું હતું કે, 'આ લગ્નની વાત છે બીજું જો બાળકોના લગ્ન થયા હોય તો તે ગેરકાયદે અને ગેરબંધારણીય નથી. તેણે પોતાની મરજીથી અને અમારા આશીર્વાદથી આ કર્યું. તેથી હું તેની પ્રશંસા કરું છું.
તેમની પુત્રીની પસંદગી પર ગર્વ અને ખુશી વ્યક્ત કરતા પીઢ અભિનેતાએ તેમના વલણને વધુ વિગતવાર સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતુંકે, 'જો હું મારી દીકરી સાથે નહીં ઊભો રહીશ તો કોણ ઊભું રહેશે, મારી પત્ની પૂનમ સિંહા અને હું તેના લગ્નની ઉજવણી કરવા સાથે ઊભા હતા. તે ખૂબ જ આનંદની ક્ષણ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રાથમિક ધ્યાન તેમના બાળકોના સંતોષ પર છે.
સોનાક્ષી અને ઝહીરને 'મેડ ફોર ઈચ અધર' ગણાવતા શત્રુઘ્ને કહ્યું કે, 'માતા-પિતા હંમેશા તેમના બાળકોની ખુશી માટે ઉભા રહે છે અને મને લાગે છે કે અમારા બાળકો ખુશ છે. હું તેમને 'મેડ ફોર ઈચ અધર' કહું છું અને અમે તેમના માટે ખૂબ જ ખુશ છીએ.
7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા
તમને જણાવી દઈએ કે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી અને ઝહીરે 23 જૂને મુંબઈમાં તેમના એપાર્ટમેન્ટમાં સિવિલ વેડિંગ કર્યા હતા. આ પછી તેણે શિલ્પા શેટ્ટીની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં ભવ્ય વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડની હસ્તીઓએ હાજરી આપી હતી.