બચ્ચન પરિવારની 'પુત્રવધૂ' ઐશ્વર્યા રાયને કોઈ પરિચયની જરૂર નથી. ઐશ્વર્યા રાય બચ્ચન જેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાના કામથી ખાસ ઓળખ બનાવી છે. હાલમાં જ અભિનેત્રીએ તેની દિકરી આરાધ્યા સાથે સિમા 2024માં હાજરી આપી હતી. જ્યાં તેણીએ મણિરત્નમની મહાકાવ્ય 'પોનીયિન સેલ્વન 2'માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.

ઐશ્વર્યા રાય સાથે બની આ ઘટના

ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 1997માં ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂના 6 વર્ષ બાદ જ તેની સાથે કંઈક એવું બન્યું કે અમિતાભ બચ્ચન ખૂબ જ નારાજ થઈ ગયા હતા. અમિતાભ બચ્ચને ઐશ્વર્યા રાય સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેએ 'હમ કિસી સે કમ નહીં', 'મોહબ્બતેં' અને 'ખાકી' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ 2003માં બનેલી આ દુર્ઘટના બાદ અમિતાભ ખૂબ જ નર્વસ હતા જ્યારે 'ઢાકી'ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાનો ભયંકર અકસ્માત થયો હતો.

હકીકતમાં ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર 2003માં નાસિક પાસે ફિલ્મ 'ખાકી'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ શૂટિંગ દરમિયાન ઐશ્વર્યાનો એક ભયંકર અકસ્માત થયો હતો જેણે સમગ્ર કાસ્ટ અને ક્રૂને હચમચાવી દીધા હતા. એક સ્ટંટમેન જે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો તેણે નિયંત્રણ ગુમાવ્યું. કાર ઐશ્વર્યાની ખુરશી સાથે અથડાઈ અને તુષાર કપૂરને પણ આ વાહને ટક્કર મારી હતી. સ્થિતિ એટલી ગંભીર હતી કે અક્ષય કુમારે આગળ આવવું પડ્યું. ઐશ્વર્યાને કારમાંથી બહાર કાઢવી પડી અને પછી અભિનેત્રીને ઉતાવળે હોસ્પિટલ લઈ જવી પડી હતી.

અમિતાભ બચ્ચન દુર્ઘટનાથી થયા નારાજ

અમિતાભ બચ્ચન હજુ અભિનેત્રીના સસરા પણ બન્યા ન હતા પરંતુ તેઓ અકસ્માતના મીડિયા અહેવાલોથી ખૂબ જ પરેશાન હતા. કારણ કે પ્રેસ તેને તુચ્છ ગણાવતા હતા. બિગ બીએ કહ્યું હતું કે, 'ઘટના બાદ મેં ઐશ્વર્યાની માતાને પૂછ્યું કે, 'શું તે તેની પુત્રીને મુંબઈ પરત લઈ જવા માંગે છે'. તેની હા પાડ્યા પછી થોડા કલાકોમાં વ્યવસ્થા થઈ ગઈ હતી.

અમિતાભ બચ્ચને કહ્યું કે, 'અમે ખાનગી પ્લેનની વ્યવસ્થા કરી હતી. નાસિકમાં નાઈટ લેન્ડિંગની સુવિધા ન હોવાથી હોસ્પિટલથી 45 મિનિટના અંતરે આવેલા સૈન્ય મથક પર વિમાનને લેન્ડ કરવા માટે અમારે દિલ્હીથી પરવાનગી લેવી પડી હતી. આનાથી નારાજ થઈને અમિતાભ બચ્ચને ખેદ વ્યક્ત કર્યો હતો.

ઐશ્વર્યા રાય બની બચ્ચન પરિવારની વહુ

તેણે એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે અકસ્માત અને ઐશ્વર્યાની ઈજાએ તેના મન પર ઊંડી અસર કરી હતી. બિગ બીએ જણાવ્યું હતું. 'હું બે રાત સૂઈ શક્યો નહીં. તેની પીઠ પર ઘા હતા અને પગની પાછળનું હાડકું તૂટી ગયું છે. તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાના 4 વર્ષ બાદ 20 એપ્રિલ 2007ના રોજ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની 'વહુ' બની હતી. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ફરી એક થયા હતા. બંનેને એક પુત્રી પણ છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. હાલમાં તેમના વચ્ચે અણબનાવ હોવાના અહેવાલ ચાલી રહ્યા છે.

  • Follow us on: