- અભિનેતા રોહિત સરાફનો ક્રશ છે શ્રદ્ધા કપૂર
- અભિનેતાએ શ્રદ્ધાને ખુલ્લેઆમ નેશનલ ક્રશનું બિરુદ આપ્યું
- શ્રદ્ધાએ સ્ટોરી રીપોસ્ટ કરી તો ઉંઘી ન શક્યો
બોલીવુડ સ્ટાર શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથેના તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા છે. અભિનેત્રીએ બુધવારે સવારે પોતાના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે એક ફોટો શેર કર્યો હતો અને તેમના સંબંધમાં હોવાનો સંકેત આપ્યો હતો. આ દરમિયાન એક અભિનેતાએ શ્રદ્ધા કપૂર પર પોતાનો ક્રશ જાહેર કર્યો અને ખુલ્લેઆમ તેને નેશનલ ક્રશનું બિરુદ આપ્યું હતું.
અમે વાત કરી રહ્યા છીએ એક્ટર રોહિત સરાફની. જેણે 'ધ સ્કાય ઈઝ પિંક' અને 'લુડો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ઇશ્ક વિશ્ક રિબાઉન્ડનું પ્રમોશન કરી રહ્યો છે. તેમાં પશ્મિના રોશન, જીબ્રાન ખાન અને નૈલા ગ્રેવાલ પણ છે.
શ્રદ્ધા કપૂર મારો ક્રશ
તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને રિયલ લાઈફમાં કોઈના પ્રત્યે ક્રશ છે. જેના જવાબમાં રોહિતે શ્રદ્ધા કપૂરનું નામ લીધું હતું. આ વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું હતું કે, અત્યારે મને શ્રદ્ધા કપૂર પર ખરેખર ક્રશ છે.
એક ઘટનાને યાદ કરતાં તેણે કહ્યું હતું કે શ્રદ્ધાએ હાલમાં એક સેલ્ફી પોસ્ટ કરી હતી અને તેની સાથે તેની ફિલ્મનું ગીત 'સોની સોની' પણ ઉમેર્યું હતું. રોહિતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પોસ્ટ શેર કરી હતી.
3 કલાક સુધી ઊંઘ ન આવી
અભિનેતાએ જણાવ્યું હતું કે શ્રદ્ધાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી રીપોસ્ટ કરી અને તેને ટેગ કરીને લખ્યું હતું કે, 'કિલર મૂવ્સ.' રોહિત સરાફે વધુમાં જણાવ્યું કે તેણે તરત જ અભિનેત્રીનો આભાર માન્યો અને તે દિવસે તે 3 કલાક સુધી ઉંઘી ન શક્યો હતો.
રોહિત સરાફની આગામી ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રોહિતની નવી ફિલ્મ 'ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ' 21 જૂનના રોજ રીલિઝ થઈ રહી છે. આ સિવાય તેની પાસે જાહ્નવી કપૂરની તુલસી કુમારી અને વરુણ ધવનની આગામી ફિલ્મ સની સંસ્કારી પણ છે. પણ નેશનલ ક્રશ વાત કહીને રોહિતે રાહુલ મોદીને ટેન્શનમાં મૂકી દીધો હશે. શ્રદ્ધા અને તેનો સંબંધ હમણાં જ શરૂ થયો છે.