- વરુણ ધવને શ્રદ્ધા કપૂર સાથે ફોટો પોસ્ટ કર્યો
- અભિનેત્રીને પંસદ ન આવતા થઈ ગુસ્સે
- જો ફરી આવી ખરાબ પોસ્ટ કરી તો બ્લોક કરી દઈશ:શ્રદ્ધા
શ્રદ્ધા કપૂરની એક પોસ્ટે ફેન્સને ચોંકાવી દીધા છે હવે તેણે સોશિયલ મીડિયા પર કંઈક લખ્યું છે કે, જેના પછી તેની અને વરુણ ધવન વચ્ચેની લડાઈની ચર્ચાઓ થઈ રહી છે. હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વચ્ચે ઝઘડો થયો હતો? લોકોના મનમાં અનેક સવાલો થઈ રહ્યા છે. વરુણ ધવને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શ્રદ્ધા કપૂર સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.
શ્રદ્ધા કપૂર વરુણ ધવન પર ગુસ્સે થઈ ગઈ
વરુણ ધવનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોતા અભિનેત્રી શ્રદ્ધા કપૂર ગુસ્સામાં આવી અને ખુલ્લેઆમ અભિનેતાને ધમકી આપી દીધી છે. અભિનેત્રીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, હું તમને બ્લોક કરી દઈશ. . પરંતુ સવાલ એ થાય છે કે શ્રદ્ધાને આટલો ગુસ્સો કેમ આવ્યો કે તે વરુણને બ્લોક કરવાની વાત કરી રહી છે. તમને જણાવી દઈએ કે, વરુણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલની સ્ટોરી પર શેર કરી છે. આ ફોટો ઝી સિને એવોર્ડ્સ 2024નો છે. આમાં તે શ્રદ્ધા કપૂર સાથે હસતાં હસતાં એકસાથે પોઝ આપી રહ્યો છે.
અભિનેત્રીએ આપી બ્લોક કરવાની ધમકી
વરુણ ધવન પોસ્ટ કરેલી તસવીર શ્રદ્ધા પસંદ આવી નથી તેથી તેણે કહ્યું હતું કે, 'જો ફરી આવી ખરાબ પોસ્ટ કરી તો બ્લોક કરી દઈશ'. આ ફોટામાં શ્રદ્ધા કપૂરનો ચહેરો વિચિત્ર લાગે છે. જોકે, અભિનેત્રીએ આ કેપ્શન મજાકમાં લખ્યું છે. આ બંને વચ્ચે કોઈ ગંભીર લડાઈ થઈ નથી.
તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન બાળપણના મિત્રો છે. એટલું જ નહીં, એકવાર શ્રદ્ધાએ બધાની સામે કબૂલાત કરી હતી કે વરુણ તેનો બાળપણનો ક્રશ હતો.