- શ્વેતા બચ્ચનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
- આ વીડિયોમાં તે ઐશ્વર્યા રાય બચ્ચનની કઈ આદત વિશે વાત કરતી જોવા મળી રહી છે
- શ્વેતા બચ્ચનને ઐશ્વર્યા રાય બચ્ચનની આ આદત નથી ગમતી
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યા રાયની નંણદ એટલે કે શ્વેતા બચ્ચનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શ્વેતા બચ્ચન એકવાર ઐશ્વર્યા રાય વિશે કંઈક એવો ખુલાસો કર્યો હતો.
આ મામલો ઘણો જૂનો છે પરંતુ અભિષેક ઐશ્વર્યાના વિવાદોના સમાચારો વચ્ચે ફરી તે વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેમના છૂટાછેડાના સમાચારોએ જોર પકડ્યું છે.
ઐશ્વર્યા રાયની આ આદત નથી ગમતી: શ્વેતા બચ્ચન
આ થ્રોબેક ઈન્ટરવ્યુ દરમિયાન શ્વેતા બચ્ચને કહ્યું હતું કે, 'મને ઐશ્વર્યાની એક આદત ગમતી નથી કે તે મેસેજ અને કોલ જવાબ મોડેથી આપેછે.' આ સિવાય શ્વેતાએ કહ્યું હતું કે, "તે એક મજબૂત મહિલા છે અને ખૂબ જ સફળ છે." તેણે માતા અને એક્ટ્રેસનો રોલ ખૂબ જ સારી રીતે પ્લે કર્યો છે.' શ્વેતા એ પણ કહે છે કે ઐશ્વર્યા એક આત્મનિર્ભર, સ્વ-નિર્મિત અને મજબૂત મહિલા છે અને તે એક સારી માતા છે. ઐશ્વર્યા કોલ અને મેસેજનો જવાબ આપવામાં ઘણો સમય લે છે. તમને જણાવી દઈએ કે આ થ્રોબેક સ્ટેટમેન્ટ ફરી સમાચારમાં છે.
https://www.instagram.com/reel/C909igohZum/?utm_source=ig_embed&ig_rid=b70d896e-4b18-40f6-9a77-b28dc184a4ee
રાધિકા અનંતના લગ્નમાં જોવા મળ્યો હતો બચ્ચન પરિવાર
હાલમાં જ બચ્ચન પરિવાર પણ અંબાણી ફંક્શનમાં જોવા મળ્યો હતો. જ્યારથી બચ્ચન પરિવાર રાધિકા અનંતના લગ્નમાં અલગ અલગ આવ્યો હતો અને ઐશ્વર્યા તેની પુત્રી સાથે અલગથી આવી હતી ત્યારથી ફેન્સને શંકા હતી કે કંઈક ચાલી રહ્યું છે. પરંતુ ઐશ્વર્યા રાયના અલગ આવવાથી ફેન્સ ખૂબ જ દુઃખી હતા.
અભિષેક બચ્ચને પણ આ ચર્ચોઓને આપ્યો વેગ
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને પણ આ ચર્ચોઓને વેગ આપ્યો હતો. અભિષેક બચ્ચને એક પોસ્ટ લાઈક કરી હતી જેમાં છૂટાછેડા અને સંબંધોમાં અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ સત્ય શું છે તે એક રહસ્ય છે કારણ કે બંને આ વિશે ખુલીને વાત નથી કરી રહ્યા. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તેમના સંબંધોને લઈને કેવા છે તે કોઈ જાણતું નથી. પંરતુ શ્વેતા બચ્ચન અને જયા બચ્ચન ઘણીવાર સાથે જોવા મળે છે, પરંતુ ઐશ તેમના પરિવારનો ભાગ હોય તેવું લાગતું નથી.