• શ્વેતા સિંહે ભાઈ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા
  • હેપ્પી રક્ષાબંધન મારા પ્રિય ભાઈ: શ્વેતા સિંહ
  • ભાઈની યાદમાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી

9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. બધા ભાઈઓ અને બહેનો આ ખાસ દિવસની ખૂબ જ પ્રેમ અને ખુશીથી ઉજવણી કરી રહ્યા હતા. એક તરફ બોલીવુડ સ્ટાર્સે પણ ભાઈ-બહેનના આ ખાસ દિવસને ખૂબ જ ખુશી સાથે સેલિબ્રેટ કર્યો અને તેની ઘણી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તો બીજી તરફ શ્વેતા સિંહ તેના સ્વર્ગસ્થ ભાઈ અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદોમાં ખોવાયેલી જોવા મળી હતી.

રાખીના અવસર પર તેણે પોતાના ભાઈની યાદમાં એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે જેને વાંચીને કોઈપણની આંખો ભીની થઈ જશે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શ્વેતાએ લખ્યું હતું કે તે તેના ભાઈના પગલે ચાલવા માંગે છે અને તેની સાથે તેણે સુશાંત અને તેના તમામ ચાહકોને રક્ષાબંધનની શુભેચ્છા પણ પાઠવી છે. શ્વેતા સિંહે આ પોસ્ટ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તેમની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ ફેન્સ પણ સુશાંતને ખૂબ યાદ કરી રહ્યા છે.

શ્વેતા સિંહે ભાઈ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા

પોતાની પોસ્ટમાં તેણે પોતાના ભાઈનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ શેર કરતા તેણે લખ્યું હતું કે, 'હેપ્પી રક્ષાબંધન મારા પ્રિય ભાઈ. તમે માત્ર એક મહાન કલાકાર જ નહિ પણ એક મહાન માનવી પણ હતા. તમે કેટલા હૃદય પ્રેમથી ભર્યા છે. હું પણ તમારા જેવી બનવા માંગુ છું અને વિશ્વમાં પ્રેમ અને ખુશી ફેલાવવા માટે તમારા પગલે ચાલવા માંગુ છું. આ સાથે શ્વેતાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુશાંત સિંહ રાજપૂતનો આ જ વીડિયો પણ શેર કર્યો અને લખ્યું, 'હેપ્પી રક્ષાબંધન મારા પ્રિય ભાઈ'.

સુશાંત સિંહ આજે ફેન્સના દિલમાં

તેમણે આગળ લખ્યું હતું કે, 'હું આશા રાખું છું કે તમે દેવી-દેવતાઓના સાનિધ્યમાં હંમેશા ખુશ અને સુરક્ષિત રહેશો'. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 4 વર્ષ વીતી ગયા છે. માત્ર 34 વર્ષની વયે તેમણે આ દુનિયા છોડી દીધી હતી. તેમનો મૃતદેહ 14 જૂન 2020 ના રોજ મુંબઈમાં તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ આત્મહત્યા હોવાનું જણાવ્યું હતું. તેમનું બોલીવુડ કરિયર બહુ લાંબુ ન ચાલ્યું પરંતુ આ ટૂંકા કરિયરમાં તેમણે ઘણી યાદગાર હિટ ફિલ્મો આપી હતી. લોકોએ તેને ખૂબ પસંદ કર્યો અને તેના ફેન્સ આજે પણ તેમને યાદ કરે છે.


  • Follow us on: