- શ્વેતા તિવારીએ ફેન્સને આપ્યા ખુશખબર
- શ્વેતા તિવારી એક નવું નાટક કરવા જઈ રહી છે
- તેનું નામ છે 'એક મેં ઔર એક ટુ'
અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને સુંદરતાને કારણે દરરોજ ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. પરંતુ હવે અભિનેત્રી કોઈ અલગ કારણસર ચર્ચામાં આવી છે અને તે છે એક સારા સમાચાર. શ્વેતા તિવારીએ ફેન્સને ખુશખબરી આપી છે અને તે સાંભળીને તમે ખુશીથી ઉછળી જશો. આ વાતની જાણકારી તેણે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે.

શ્વેતા તિવારીએ ફેન્સને આપ્યા આ ખુશખબર
શ્વેતા તિવારીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'મારા આગામી હિન્દી કોમેડી નાટક 'એક મેં ઔર એક ટુ'ની જાહેરાત કરતાં આનંદ અનુભવું છું. હાસ્ય અને લાગણીઓના રોલરકોસ્ટર માટે તૈયાર રહો. બાકીના કલાકારોને મળવા માટે હું રાહ જોઈ શકતો નથી! શું કોઈ અનુમાન કરી શકે છે કે તેઓ કોણ હોઈ શકે?'
હકીકતમાં શ્વેતા તિવારી એક નવું નાટક કરવા જઈ રહી છે. તેનું નામ છે 'એક મેં ઔર એક ટુ'. આ એક કોમેડી ડ્રામા નાટક હશે જેનું પ્રીમિયર 6 જુલાઈના રોજ સાંજે 7:30 કલાકે સેન્ટ એન્ડ્રુમાં અને 7મી જુલાઈના રોજ સાંજે 7:00 કલાકે રંગશારદામાં થશે. શ્વેતાએ તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. અભિનેત્રીની પોસ્ટ જોઈને ફેન્સ ખુશીથી ઉછળી પડ્યા છે.