• ગ્રેમી એવોર્ડ વિનર મારિયા કૈરીને મોટો ઝટકો લાગ્યો છે
  • ગ્રેમી એવોર્ડ વિનર બેહોશ પણ થઈ ગઈ છે
  • મારિયા કૈરીની માતા અને બહેનનું તે જ દિવસે મૃત્યુ થયું હતું

ફેમસ ઈન્ટરનેશનલ સિંગર મારિયા કૈરી વિશે ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેણે એક જ દિવસે તેની માતા પેટ્રીશિયા અને બહેન એલિસનને ગુમાવ્યા છે. બંનેના નિધનથી ગ્રેમી એવોર્ડ વિનર સિંગર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મારિયાએ પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે આ વીકએન્ડ તેના માટે કેટલો દુખભર્યો રહ્યો, જ્યારે એક જ દિવસમાં તેના દિલના બે ટુકડા તેની પાસેથી છીનવાઈ ગયા. આ ઘટનાથી તે હજુ પણ આઘાતમાં છે. પરંતુ મારિયા કૈરીએ તેની માતા અને બહેનના મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી. આ દુખદ સમાચાર બાદ સિંગરના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર સાંત્વના આપી રહ્યા છે.

સિંગરે આપી દુઃખદ માહિતી

મીડિયા રિપોર્ટ્સ મુજબ સિંગર મારિયા કૈરીએ તાજેતરમાં જ લોકોને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની માતા પેટ્રિશિયા અને બહેન એલિસન એક જ દિવસે છોડીને ગયા હતા. તેણે કહ્યું, 'ગયા અઠવાડિયે જ્યારે મેં મારી માતાને કાયમ માટે ગુમાવી ત્યારે મારું હૃદય તૂટી ગયું હતું. દુઃખની વાત એ છે કે હું આ આઘાતમાંથી બહાર આવી શકું તે પહેલા જ મારી બહેન પણ મને છોડીને જતી રહી. તેનું પણ અવસાન થયું.' સિંગરે વધુમાં કહ્યું કે 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું મારી માતાના મૃત્યુ પહેલાના છેલ્લા અઠવાડિયામાં તેની સાથે હતી. અમે સાથે સમય વિતાવ્યો.

મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે મારિયા

મારિયા કૈરીએ ઈન્ટરવ્યુમાં વધુમાં કહ્યું હતું કે 'મને મળી રહેલા પ્રેમ અને સમર્થનની હું કદર કરું છું. આ મુશ્કેલ સમયમાં મારી પ્રાઈવસીનો આદર કરવા બદલ તમારો આભાર.' મીડિયા રિપોર્ટ્સ મુજબ સિંગરની માતા પેટ્રિશિયા જુલિયર્ડ દ્વારા પ્રશિક્ષિત ઓપેરા સિંગર તેમજ વોકેલ કોચ હતી. તેણે આલ્ફ્રેડ રોય કૈરી સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો હતા, એલિસન, મારિયા અને મોર્ગન. પરંતુ જ્યારે પેટ્રિશિયા અને આલ્ફ્રેડના છૂટાછેડા થયા ત્યારે મારિયા કૈરી માત્ર ત્રણ વર્ષની હતી.

https://www.instagram.com/p/C-it0A7q4YC/?utm_source=ig_embed&ig_rid=affe8b75-fe27-402d-885b-aa7de0e51b3a 

માતા સાથેના સંબંધ વિશે કર્યો ઉલ્લેખ

મારિયા કૈરીએ વધુમાં જણાવ્યું હતું કે તેની માતા સાથેના તેના સંબંધો ખૂબ ખરાબ છે. સિંગરે તેની આત્મકથા ‘ધ મીનિંગ ઓફ મારિયા કેરી’માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2020માં રિલીઝ થયેલી આ આત્મકથામાં મારિયાએ લખ્યું છે કે 'મારા જીવનની જેમ મારી માતા સાથેનો મારો સંબંધ પણ કોન્ટ્રડિક્શન અને અનેક પ્રકારની લાગણીઓથી ભરેલો રહ્યો છે. તે માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ ન હતો પણ આ સંબંધ મેઘધનુષના રંગો જેવી લાગણીઓથી ભરેલો હતો.

Image - Singer's Instagram

  • Follow us on: