પ્રખ્યાત ગાયક અને સંગીત દિગ્દર્શક વિશાલ દદલાણીનો ગંભીર અકસ્માત થયો છે. જેમાં તે ઘાયલ થયા છે. હવે આ અકસ્માત બાદ તેઓની સારવાર ચાલી રહી છે. અને અકસ્માતની ગંભીરતા જોતા વિશાલ દદલાણીનો પુણેનો કોન્સર્ટ મુલતવી રાખવામાં આવ્યો છે. આ અકસ્માત કેવી રીતે થયો ક્યાં થયો તે મામલે માહિતી જાહેર કરાઇ નથી. પરંતુ વિશાલ દદલાણીએ પોતાના સોશયલ મીડિયા અકાઉંટ પર અકસ્માતના કારણે કોન્સર્ટ મુલતવી રખાયો હોવાની વાત કરી છે.
વિશાલ દદલાણીનો ગંભીર અકસ્માત
પ્રખ્યાત ગાયક અને સંગીત દિગ્દર્શક વિશાલ દદલાણીએ સોશયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને અકસ્માતના કારણે મુલતવી રાખવામાં આવેલા કોન્સર્ટ બદ્દલ માફી માંગી છે. વિશાલે લખ્યુ છે કે, મારો અકસ્માત થયો છે. હું જલદી જ પરત ફરીશ. હું તમને બધાને અપડેટ આપતો રહીશ. આ સિવાય અકસ્માત અંગે કોઇ માહિતી નથી. કોન્સર્ટના આયોજકોએ પણ પોતાના સોશયલ મીડિયા અકાઉંટમાં આ તમામ પોસ્ટ શેર કરી છે.
2 માર્ચે હતો વિશાલનો કોન્સર્ટ
પુણેમાં વિશાલની સાથે તેમના જોડાદાર શેખર પણ પર્ફોર્મ્સ આપવાના હતા. આ શો 2જી માર્ચના રોજ યોજાવાનો હતો. પરંતુ અકસ્માત થતા તમામ કાર્યક્રમો મુલતવી છે. હવે આ શો ક્યારે યોજાશે અને તેની શું અપડેટ છે. તે મામલે હજુ જાહેરાત કરવામાં નથી આવી. આ કોન્સર્ટ અર્બન શોએ આયોજિત કર્યો હતો. અર્બન શોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉંટમાં લખ્યુ છે કે, અમને કહેતા દુઃખ થયુ છે કે 2જી માર્ત 2025ના રોજ યોજાનાર વિશાલ-શેખરનો કોન્સર્ટ હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે. હાલમાં અકસ્માતમાં ઘાયલ વિશાલની સારવાર ચાલી રહી છે.
રિફંડ કરાશે નાણાં
અર્બન શોએ કોન્સર્ટ મુલતવી કર્યા બાદ ટિકીટના પૈસા રિટર્ન કરવા અંગે જાહેરાત કરી છે. અને સાથે જ જલદી કોન્સર્ટની નવી તારીખ જાહેર કરવામાં આવશે. વિશા-શેખરનો ચાહક વર્ગ મોટો છે. તેઓ બોલીવુડમાં સુપરહીટ સંગીત આપી ચુક્યા છે.