પુણેમાં યોજાયેલા કોન્સર્ટ દરમિયાન ગાયક સોનુ નિગમની તબિયત ખરાબ થઇ હતી. બેક સ્ટેજ તે રડતો જોવા મળ્યો હતો. પગમાં દુઃખાવાના કારણે તે કણસતો જોવા મળ્યો હતો. ગાયક સોનુ નિગમે પોતાની પીડાનો વીડિયો જાતે જ સોશિયલ મીડિયા પર મુક્યો હતો. પગની પીડાના કારણે તેઓને કોન્સર્ટમાં પર્ફોમ કરવું મુશ્કેલ બન્યુ હતુ. પરંતુ તેણે હાર માન્યા વિના પોતાના દર્શકો માટે કોન્સર્ટમાં પફોર્મ કરવાનું શરુ રાખ્યુ હતુ.


કોન્સર્ટ, સોનુ નિગમ અને પીડા

ગાયક સોનુ નિગમ હંમેશા પોતાના ચાહકોમાં લોકપ્રિય રહે છે. તેમના ગીતો રિલીઝ થતાં જ હિટ થઈ જાય છે. સોનુ કોન્સર્ટ દ્વારા પણ તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તે કોન્સર્ટ કરતો રહે છે. જેમાં ભારે ભીડ એકઠી થાય છે. તાજેતરમાં સોનુ નિગમે પુણેમાં એક કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટ પહેલા જ સોનુને પગમાં ખૂબ દુખાવો થયો. જે પછી તેમના માટે કોન્સર્ટ કરવાનું મુશ્કેલ બન્યું. પરંતુ તેણે હાર ન માની અને આ પીડા સહન કરીને પ્રદર્શન કર્યું. સોનુએ કોન્સર્ટ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોનુએ દુખાવો ઓછો કરવા માટે ઘણી બધી રીતો અજમાવી હતી. વીડિયોમાં, તે પર્ફોર્મન્સ પહેલા સ્ટ્રેચિંગ કરતો જોવા મળ્યો હતો. કોન્સર્ટમાં હાજર તેમના ચાહકોને પણ ખબર નહીં હોય કે તેમની તબિયત ખરાબ છે.

સોનુ નિગમે વીડિયો શેર કર્યો

વીડિયો શેર કરતી વખતે સોનુ નિગમે લખ્યું - 'સરસ્વતીજીએ ગઈ રાત્રે મારો હાથ પકડ્યો હતો.' વીડિયોમાં, સોનુ બેડરેસ્ટ પર સૂતો અને તેના કોન્સર્ટ વિશે વાત કરતો જોવા મળે છે. તે કહે છે કે આ તેના જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો પરંતુ તેને સંભાળી લેવામાં આવ્યો. શો સારો રહ્યો. મને ખુશી છે કે શો ખૂબ સરસ હતો. જ્યારે લોકો તમારી પાસેથી અપેક્ષાઓ રાખે છે, ત્યારે તમને તેમને નિરાશ કરવાનું ગમતું નથી.

સોનુએ આગળ કહ્યું- એવું લાગ્યું કે કરોડરજ્જુમાં સોય નાખવામાં આવી હોય. જો તે સહેજ પણ ખસે છે, તો તે કરોડરજ્જુમાં પ્રવેશ કરશે. સોનુ નિગમનો આ વીડિયો જોયા પછી ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે. એકે લખ્યું - સાહેબ, કૃપા કરીને ધ્યાન રાખો. જ્યારે બીજાએ લખ્યું - જેમને લોકોનો સાચો પ્રેમ અને મહાદેવજીના આશીર્વાદ હોય છે, તેઓ જાણે છે કે પડી ગયા પછી ફરીથી કેવી રીતે ઉભા થવું. લોકો ટિપ્પણી કરી રહ્યા છે અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

  • Follow us on: