સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ વર્ષ 2024ના સૌથી ચર્ચિત કપલ છે. આ કપલે 23 જૂને પરિવારની હાજરીમાં આંતરધર્મી લગ્ન કર્યા હતા. સોનાક્ષી અને ઝહીરે એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે લગ્ન બાદ ત્રણ હનીમૂન માણ્યા છે. હાલમાં જ કપલ યુરોપિયનથી હનીમૂન કરીને પરત ફર્યું છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નના લગભગ 3 મહિના પૂરા થવાના છે. આ દરમિયાન સોનાક્ષી સિંહાએ લગ્ન પછીના દબાણ અંગે વાત કરી છે. સોનાક્ષીએ જણાવ્યું છે કે લગ્ન પછી મહિલાઓને કેવા દબાણનો સામનો કરવો પડે છે. સોનાક્ષી સિંહા લગ્ન પછીના દબાણ વિશે વાત કરી છે.
સોનાક્ષી સિંહાએ લગ્ન બાદ દબાણ અંગે કરી વાતચીત
સોનાક્ષી સિંહાએ હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આજની મહિલાઓ પર લગ્ન પછી રસોઈ બનાવવાનું દબાણ નથી હોતું. આજકાલ લોકો જાણે છે કે પર્સનલ કમિટમેન્ટ્સની સાથે તે પોતાની પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પણ પૂરી કરે છે. સોનાક્ષીએ કહ્યું હતું કે, 'આજના સમયમાં મહિલાઓ પર રસોઈ બનાવવાનું આટલું દબાણ નથી. દરેક વ્યક્તિ જાણે છે કે સ્ત્રીઓનું પોતાનું કામ અને ઘરનું જીવન હોય છે. હું ખરેખર નસીબદાર છું કે મારા પર રાંધવાનું એટલું દબાણ નથી.' જો મારે આગળ વધીને રસોઇ કરવી હોય તો પણ, તે એટલા માટે થશે કારણ કે હું તે કરવા માંગુ છું.'
સોનાક્ષી અને ઝહીરે કર્યા લગ્ન
સોનાક્ષી અને ઝહીર સાથે 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ આ કપલે 23 જૂને મુંબઈમાં તેમના ઘરે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ રિસેપ્શન યોજાયું હતું જેમાં સલમાન ખાન, હુમા કુરેશી, રેખા અને કાજોલ જેવા સ્ટાર્સે હાજરી આપી હતી.