• બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો આજે 37મો જન્મદિવસ
  • સોનાક્ષી સિંહાએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો 
  • સલમાન સોનાક્ષીને દબંગ માટે કાસ્ટ કરવા માંગતો તેથી વજન ઘટાડ્યું

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા આજે તેનો 37મો જન્મદિવસ એટલે કે 2 જૂન 2024ના રોજ ઉજવી રહી છે. આજે સોનાક્ષી સિંહા ફિલ્મોની સાથે-સાથે વેબ સિરીઝમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે સોનાક્ષી અભિનેત્રી બનવા માંગતી ન હતી. પરંતુ ત્યારપછી સલમાન ખાનની એક વાત સાંભળીને સોનાક્ષી સિંહાએ પોતાની જાતને માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ બોલિવૂડની દબંગ ગર્લ તરીકે પણ સ્થાપિત કરી લીધી હતી.

સોનાક્ષી સિંહાએ અભિનેત્રી બનવાનું નહોતુ વિચાર્યું

2 જૂન 1987ના રોજ પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના ઘરે જન્મ થયો હતો. સોનાક્ષી સિંહાએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે. તેણે 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેરા દિલ લેકે દેખો'થી કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અત્યાર સુધી સોનાક્ષી સિંહાએ અભિનેત્રી બનવાનું વિચાર્યું પણ ન હતું.

સલમાને વજન ઘટાડવા કહ્યું

પરંતુ કદાચ તેના ભાગ્યમાં કંઈક બીજું જ હતું. સોનાક્ષી સિન્હાએ 2010માં સલમાન ખાન સાથે દબંગ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દબંગ સાથે ડેબ્યુ કરતા પહેલા સોનાક્ષી સિંહાનું વજન વધારે હતું. સોનાક્ષી સિંહાએ ધ કપિલ શર્મા શોમાં દબંગ સાથે જોડાયેલી ઘટના વિશે વાત કરતા કહ્યું કે, તે (સલમાન) મારી પાસે આવ્યો અને મને વજન ઘટાડવા માટે કહ્યું હતુ કારણ કે તે મને તેની ફિલ્મમાં કાસ્ટ કરવા માટે ઉત્સાહિત હતો.

સોનાક્ષી સિન્હાએ એક ચેટ શોમાં અરબાઝ ખાન સાથે વાત કરતા કહ્યું હતું કે,  'દબંગ કરતા પહેલા તમે જોયું હશે કે હું કેટલી જાડી હતી. હું બિનઆરોગ્યપ્રદ જીવન જીવતી હતી હું બિલકુલ ફિટ નહોતી અને દબંગ માટે મેં 30 કિલો વજન ઘટાડ્યું હતું.

સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી હાલમાં જ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં એક શક્તિશાળી પાત્ર ભજવતી જોવા મળી છે. સોનાક્ષી સિન્હાએ 'હીરામંડી'માં ફરદીનનું ગ્રે-શેડેડ પાત્ર ભજવીને તેના અભિનયની વિશાળ શ્રેણીની શોધ કરી છે.

'હીરામંડી' પહેલા સોનાક્ષી સિન્હા વેબ સીરિઝ 'દહદ'માં એક મજબૂત પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી 'દબંગ', 'રાઉડી રાઠોડ', 'સન ઓફ સરદાર', 'આર...રાજકુમાર', 'કલંક', 'લૂટેરા', 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. 

  • Follow us on: