• સોનાક્ષી સિંહાએ મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા
  • સોનાક્ષીને સપોર્ટ કરવા માટે પતિ 'કકુડા'ની સ્ક્રીનિંગમાં સાથે પહોંચ્યો
  • સોનાક્ષીના આઉટફિટ જોઈને લોકોએ ઉઠાવ્યા સવાલો
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ જ્યારથી તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ચર્ચામાં છે. સોનાક્ષીએ 23 જૂન 2024ના રોજ ઝહીર સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ સોનાક્ષી સિંહા કામ પર પરત ફરી છે.

સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ

ઝહીર ઈકબાલ સાથેના લગ્નના થોડા દિવસો બાદ જ સોનાક્ષી સિંહા ફરી કામમાં વ્યસ્ત જોવા મળી છે. સોનાક્ષી તેની આગામી હોરર-કોમેડી ફિલ્મ 'કકુડા'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. આ પ્રસંગે તેની સાથે તેનો પતિ ઝહીર ઈકબાલ પણ હાજર હતો.

સોનાક્ષી સ્ક્રિનિંગમાં પતિ સાથે જોવા મળી

સોનાક્ષીને સપોર્ટ કરવા માટે ઝહીર ઈકબાલ એક પ્રેમાળ પતિ તરીકે સાથે જોવા મળ્યો હતો. આ અવસર પર સોનાક્ષી સિંહા સફેદ શર્ટ અને ડાર્ક ચશ્મા સાથે બ્લેક સૂટમાં જોવા મળી હતી. તેણે પાપારાઝી માટે વિવિધ પોઝ પણ આપ્યા હતા. ફિલ્મના સ્ક્રિનિંગમાં પહોંચેલી સોનાક્ષી સિંહા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી પરંતુ લોકોને તેનો લુક બિલકુલ પસંદ ન આવ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સોનાક્ષીની ટીકા કરી રહ્યા છે અને ફરી એકવાર ભારે ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.

સોનાક્ષી સિંહની દમદાર ફેશન

સોનાક્ષીના પતિ ઝહીર ઈકબાલ આ દરમિયાન બેજ ઓવરસાઈઝ શર્ટ, ઓફ-વ્હાઈટ પેન્ટ અને બ્રાઉન શૂઝ પહેરીને પહોંચ્યા હતા અને તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. ઝહીર ઝડપથી સોનાક્ષી પાસે ગયો અને તેને ગળે લગાવી લીધી હતી. કપલે એકબીજાને પકડીને હસતા હસતા કેમેરા સામે પોઝ આપ્યા હતા. આ પ્રસંગે બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.


લોકોએ સોનાક્ષી અંગે કરી આવી કોમેન્ટ

ફિલ્મના સ્ક્રિનિંગમાં હાજરી આપનાર સોનાક્ષી સિંહાના લુકને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું હતું કે, લગ્નને એક મહિનો પણ નથી થયો અને તેમની હાલત આવી થઈ ગઈ છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું છે હતું કે, તે પરિણીત લાગે છે પરંતુ લગ્ન થતાં જ તે મુસ્લિમ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે.

સોનાક્ષી અને ઝહીરના લગ્ન

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂન 2024ના રોજ મુંબઈમાં તેમના ઘરે તેમના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. તે જ દિવસે સાંજે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

  • Follow us on: