- ડ્રેસિંગમાં ફોર્મલ અને ફેસ્ટિવ કોડ થયા નક્કી
- લગ્નમાં રેડ કલરના આઉટફિટને મંજૂરી નહીં
- મુંબઈના બાસ્ટિયનમાં યોજાશે લગ્ન
બોલિવુડમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ તેજ બની છે. તે એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બંનેના લગ્નને લઈને અનેક તૈયારી પણ શરૂ થઈ છે. અનેક સેલેબ્સ લગ્નના અભિનંદન આપી રહ્યા છે. રેપર હની સિંહે પણ ભાવિ પતિ ઝહીરને અભિનંદન આપ્યા છે અને ક્હ્યું કે તે બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં આવશે. સોનાક્ષી-ઝહીરના લગ્નને લઈને કેટલીક વાતોમાં કન્ફ્યુઝન છે. તો જાણો લગ્નની તમામ વાતો.

ક્યારે થશે લગ્ન
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની તારીખની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સના અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 23 જૂને મુંબઈમાં લગ્ન કરશે.
લગ્નનું આમંત્રણ
હાલમાં સો.મીડિયા પર સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઈન્વિટેશન કાર્ડ વાયરલ થયું હતું જે એક ઓડિયો ફોર્મેટ્માં હતું. તેમાં બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા. કપલનો આ ફોટો વેકેશનનો છે. આ સાથે સોનાક્ષી અને ઝહીરે કહ્યું કે તેઓ 7 વર્ષથી સાથે છે અને ઘણો સારો સમય સાથે વીતાવ્યો છે. હવે અમે કપલ બનવા માટે તૈયાર છીએ.
કેવો હશે વેડિંગ ડ્રેસ કોડ
ઉલ્લેખનીય છે કે સોનાક્ષી અને ઝહીરના લગ્નના ઈનવાઈટમાં ડ્રેસ કોડ પણ નક્કી કરાયો છે. તેમાં કહેવાયું છે કે ફોર્મલ અને ફેસ્ટિવ ડ્રેસ કોડ છે. સાથે રેડ કલરના આઉટફિટ પહેરવાની પરમિશન નથી.
ક્યાં યોજાશે લગ્ન
કપલના લગ્નના સ્થળની વાત કરીએ તો સોનાક્ષી અને ઝહીર મુંબઈના બાસ્ટિયનમાં લગ્ન કરશે. જો કે આ પહેલા એ સમાચાર આવ્યા કે કપલ રજિસ્ટર્ડ લગ્ન કરવાનું છે પણ હવે બંનેના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક રિપોર્ટ અનુસાર બંને 23 જૂને લગ્ન કરશે. તેમાં પરિવાર, મિત્રો અને ફિલ્મી દુનિયાની હસ્તીઓ સામેલ થશે.
વેડિંગ ગેસ્ટ લિસ્ટ આવ્યું સામે
આ લગ્નના ગેસ્ટ લિસ્ટની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર તેમાં બોલિવુડના મોટા દિગ્ગજો સામેલ થશે. સોનાક્ષી અને ઝહીરના અનેક દોસ્તો અને સાથી પણ તેમાં સામેલ થશે. આયુષ શર્મા, હુમા કુરેશી અને વરુણ શર્માને પણ લગ્નનું આમંત્રણ મળ્યું છે. આ સિવાય સોનાક્ષીએ હીરામંડીની કાસ્ટને પણ આમંત્રણ આપ્યું છે. સંજય લીલા ભણસાલી, ફરદીન ખાન, તાહા શાહ બદુશા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ અને અન્ય લોકોને પણ આમંત્રણ મળ્યું છે.