• સોનાક્ષી અને ઝહીરે હજી લગ્ન કર્યા નથી ત્યાં છૂટાછેડાની અફવા શરૂ
  • ફેન્સનું માનવું છે કે આ લગ્ન લાંબો સમય નહીં ચાલે અને અભિનેત્રીની હાલત ખરાબ થશે
  • સોનાક્ષીના લગ્ન તેના ઘર રામાયણમાં નહીં પરંતુ પતિ ઝહીરના ઘરેથી રજિસ્ટર્ડ મેરેજ થશે

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે તેઓ તેમના સંબંધોને નામ આપવા જઈ રહ્યા છે. એવા અહેવાલો હતા કે સોનાક્ષીના પિતા આ સંબંધથી ખુશ નથી. જોકે, બાદમાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, તેઓ તેમની પુત્રીના લગ્નમાં હાજરી આપશે.

સોનાક્ષી ખરાબ રીતે ટ્રોલ થઈ

આ દરમિયાન સોનાક્ષી સિંહાના લગ્નને લઈને એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, તેના પિતાનું ઘર છોડીને તે જઈ શકશે નહીં. સોનાક્ષીના લગ્નની નોંધણી તેના ભાવિ પતિ ઝહીરના ઘરે જ થશે. આવી સ્થિતિમાં, આ સમાચાર સામે આવતા જ ફેન્સ તેને જબરદસ્ત ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. બધા કહે છે કે આ તો શરૂઆત છે જોઈએ આગળ શું થાય છે.

લગ્ન પહેલા છૂટાછેડાના સમાચાર ફેલાઈ ગયા

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિહાના લગ્નના સમાચાર પહેલા જ તેના છૂટાછેડાના સમાચારો આવવા લાગ્યા છે. ફેન્સનું માનવું છે કે આ લગ્ન લાંબો સમય નહીં ચાલે. ઘણા લોકો કહે છે કે લગ્ન પછી સોનાક્ષીની હાલત ખૂબ જ ખરાબ થઈ જશે. એકે કહ્યું હતું કે, ટૂંક સમયમાં છૂટાછેડાના સમાચાર પણ તમારી સામે હશે. હવે જોવાનું એ રહે છે કે આ બંને છૂટાછેડા કેવી રીતે લે છે. સોનાક્ષી અને ઝહીરે હજી લગ્ન કર્યા નથી અને પહેલેથી જ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં કપલના છૂટાછેડા વિશે વાત કરી રહ્યા છે.

સોનાક્ષીના લગ્ન આ રીતે થશે

ટ્રોલ્સ ભલે છૂટાછેડા અંગે ચર્ચા કરી રહ્યા હોય પરંતુ સોનાક્ષી અને ઝહીર વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઝહીર સાથેની તસવીરો શેર કરતી રહે છે. સોનાક્ષીના લગ્ન તેના ઘર રામાયણમાં નહીં થાય પરંતુ પતિ ઝહીરના ઘરેથી રજિસ્ટર્ડ મેરેજ કરશે. સોનાક્ષીના લગ્ન મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ થવાના નથી. હાલમાં અભિનેત્રી તેના લગ્નના સમાચાર પછી સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. તેના અને ઝહીરના સંબંધો વિશે ફેન્સ ઘણું બધું કહી રહ્યા છે.


  • Follow us on: