સોનમ કપૂર આજે જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ ફિલ્મ 'સાવરિયા'થી પોતાના અભિનય કરિયરની શરૂઆત હતી. સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985ના રોજ મુંબઈમાં થયો હતો. સોનમ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે તે પોતાની ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચાનો વિષય કરે છે. અભિનેતીની ફિલ્મી કારકિર્દી ઘણી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે પરતું સોનમ કપૂર બિઝનેસમેન સાથે લગ્ન કરીને પોતાનું સારૂં જીવન વિતાવી રહી છે.
સોનમ કપૂરે ઉધાર લીધેલા કપડાં પહેર્યા
સોનમ કપૂર શરૂઆતમાં ફેશન ડિઝાઈનરો પાસેથી કપડાં ઉધાર લઈને પહેરતી હતી. અભિનેત્રીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, મારી માતાને કારણે હું આંતરરાષ્ટ્રીય અને ભારતીય ફેશન ડિઝાઇનરોને સ્ટાર માનતી હતી. ફેશન પ્રત્યેનો મારો સાચો પ્રેમ હતો. તે કોઈ છબી રજૂ કરવા માટે નહોતું પરંતુ મારો ફેશન પ્રત્યે અનોખો પ્રેમ હતો તેથી મને સમજાયું કે લોકો વારંવાર કપડાં ઉધાર લેતા નથી તેથી મેં તેમને ઉધાર લેવાનું શરૂ કર્યું હતું.
વજન વધતા લોકોએ ઉડાવી મજાક
સોનમ કપૂરને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (PCOS) નામનો રોગ હતો. આ કારણે તેને ઘણી હોર્મોનલ સમસ્યાઓ હતી. એક ઈન્ટરવ્યુમાં સોનમે કહ્યું હતું કે, જ્યારે હું 16 વર્ષની થઈ ત્યારે મારું વજન વધી ગયું હતું. મારા ચહેરા પર વાળ આવી ગયા અને ખીલ દેખાવા લાગ્યા હતા. લોકો મારી મજાક ઉડાવતા અને કહેતા કે, ખરેખર આ અનિલ કપૂરની દીકરી છે.' ઉંમર સાથે આ બીમારી ગાયબ થઈ ગઈ પણ મને તેનું ખૂબ દુઃખ હતું.
સોનમ કપૂર અંગત જીવન
સોનમનું પ્રારંભિક શિક્ષણ જુહુની આર્ય વિદ્યા મંદિર સ્કૂલમાં થયું હતું. ત્યાર બાદ તેણે યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયા, સિંગાપોરમાંથી થિયેટર અને આર્ટસનો અભ્યાસ કર્યો હતો. તેણે સિંગાપોરમાં થોડા દિવસ વેઈટર તરીકે પણ કામ કર્યું હતું. ભારત પાછા આવીને તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. બાદમાં વર્ષ 2007માં તેણે ભણસાલીની ફિલ્મ 'સાવરિયા' સાથે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. જોકે, સોનમ કપૂરને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.