વર્ષ 2020માં કોરોના કાળમાં થયેલા લોકડાઉનમાં અભિનેતા સોનું સૂદે અનેક લોકોને મદદ કરી. પોતાના વતન પરત ફરવાની વાત હોય કે પછી સારવાર પહોંચાડવાની વાત હોય. સોનુ સૂદ દ્વારા ખૂબ જ મદદ કરવામાં આવી હતી. લોકો તેને મસીહા કહે છે. આજે પણ તેના ઘરની બહાર મદદ માટે લોકોની ભીડ જોવા મળે છે. ત્યારે હાલમાં જ અભિનેતાએ રાજકારણમાં જોડાવાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે.


રાજકારણમાં જોડાવા અંગે શું કહે છે સોનુ? 

હ્યુમન્સ ઑફ બોમ્બે સાથે વાતચીત દરમિાન સોનુ સૂદે રાજનીતિમાં જોડાવાને લઇને મહત્વની વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે રાજકારણમાં જોડાવા માટે બહુ સારી સારી ઓફર મળી છે. એટલે સુધી કે રાજ્યસભામાં પણ સીટ આપવાની ઓફર મળી હતી. પરંતુ અભિનેતાએ આ ઓફરને પણ ફગાવી દીધી હતી. તેની પાછળ શું છે કારણ તેનો ખુલાસો કર્યો છે. ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ પોતાની ફિલ્મ ફતેહનું પ્રમોશન કરી રહ્યા હતા તે દરમિયાન રાજનીતિમાં જોડાવાને લઇને એક સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં કહ્યું કે મને સીએમ બનવા સુધીની ઓફર મળી હતી. મે ના પાડી તો મને કહેવામાં આવ્યું કે ડે.સીએમ બની જાઓ. તેઓ બધા બહુ મોટા લોકો હતા. તેમણે તો મને રાજ્યસભાની સીટ પણ ઓફર કરી હતી.

મને રાજ્યસભામાંથી પણ ઓફર મળી

સોનુ સૂદે આગળ કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે રાજ્યસભાનું સભ્યપદ લઇલો અને અમારી સાથે જોડાઓ. રાજકારણમાં આવવાની શું જરૂર છે, લડવાની શું જરૂર છે. આવી સ્થિતિમાં, જ્યારે મોટા લોકો તમને મળવા માંગતા હોય અને તમે દુનિયામાં કંઈક કરવા માંગતા હોય ત્યારે સારું લાગે છે. આ ઑફર વિશે સોનુ સૂદે વધુમાં કહ્યું કે તમને લોકપ્રિયતા મળવાનું શરૂ થાય છે અને તમે જીવનમાં આગળ વધવા લાગો છો. પરંતુ તમે જેટલી ઊંચાઇ પર જશો ત્યાં ઓક્સિજન લેવલ ઓછુ થતુ જશે. આપણે આગળ વધવા માગીએ છીએ તે સ્વાભાવિક છે પરંતુ ત્યાં કેટલા સમય સુધી ટકીને રહી શકીએ છીએ. ઘણા લોકોએ તો મને કહ્યું કે ઇન્ડસ્ટ્રીઝના મોટા મોટા કલાકારો તો આવી ઓફર મળે તેનુ સપનું જુઓ છે અને તમે ના પાડી રહ્યા છો.

રાજનીતિમાં કેમ નથી આવવા માગતા સોનું સુદ

સોનુ સૂદે રાજકારણમાં ન આવવાનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું લોકો બે કારણોસર રાજકારણમાં આવે છે, કાં તો પૈસા કમાવવા અથવા સત્તા માટે. અને મને આમાંથી એક પણમાં રસ નથી. જો વાત લોકોને મદદ કરવાની છે તો એતો હું પહેલેથી કરી જ રહ્યો છું. અત્યારે મારે કોઇની મદદ કરવા માટે કોઇને પૂછવાની જરૂર નથી હોતી. કોઇ જાતિ, ધર્મ કે ભેદભાવ વિના હું મદદ કરુ છું. પરંતુ રાજકારણમાં આવ્યા પછી મારે કોઈને જવાબ આપવો પડશે અને મને ડર છે કે મારી સ્વતંત્રતા છીનવાઈ જશે.

  • Follow us on: