- તમિલ અભિનેત્રી કાસિયામ્મલનું નિધન થયું
- સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોખની લહેર ફેલાઈ
- કાસિયામ્મલના પુત્રએ જ તેની માતાની હત્યા કરી
તમિલ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. અહેવાલ છે કે તમિલ ફિલ્મ 'કદાઈસી વિવાસયી'માં શાનદાર ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી કાસિયામ્મલનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ 74 વર્ષની અભિનેત્રીની હત્યા કરવામાં આવી છે.
કાસિયામ્મલના પુત્રએ તેની હત્યા કરી
તમિલ અભિનેત્રી કાસિયામ્મલના નિધનના સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ જ આઘાતમાં છે. તેમજ સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોખની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, દારુના પૈસા ન મળતા કાસિયામ્મલના પુત્રએ તેની માતાની નિર્દયતાથી હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ 4 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 3 વાગે અભિનેત્રીની હત્યા કરવામાં આવી હતી.
માતાએ દારૂ માટે પૈસા આપવાની ના પાડતા થયો ઝઘડો
કાસિયામ્મલે તેના 51 વર્ષના પુત્રને દારૂ માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે પુત્રએ તેની હત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 74 વર્ષની ઉંમરે અભિનેત્રી કાસિયામ્મલને તેના જ પુત્રએ લાકડાના પાટિયાથી નિર્દયતાથી માર માર્યો હતો. એવું કહેવાય છે કે કાસિયામ્મલ અને તેના 51 વર્ષના પુત્ર નમ્માકોડી વચ્ચે દારૂ પીવાને લઈને ભારે વિવાદ થયો હતો.
દારૂ બાબતે પુત્રએ માતાની કરી હત્યા
નમ્માકોડીએ તેની માતા કાસિયામ્મલ પાસે દારૂ ખરીદવા માટે પૈસા માંગ્યા હતા પરંતુ માતાએ ના પાડી હતી. આ પછી ગુસ્સે ભરાયેલા પુત્રએ ભયાનક ઘટનાને અંજામ આપ્યો. તમને જણાવી દઈએ કે કાસિયામ્મલનો પુત્ર નમ્માકોડી તેની પત્નીથી અલગ થઈ ગયો હતો અને તેની માતા સાથે રહેતો હતો. નમ્માકોડી તેની માતા પર નિર્ભર હતા અને ખૂબ પીતા હતા. આ બાબતે તેને તેની માતા સાથે ઘણા વિવાદો થયા હતા.
નમ્માકોડીએ ગુસ્સામાં તેની માતાને ઢોર માર માર્યો
4 ફેબ્રુઆરી, 2024 ના રોજ, બંને વચ્ચે ઝઘડો થયો, જે પછી નમ્માકોડીએ ગુસ્સે થઈને તેની માતા કાસિયામ્મલની હત્યા કરી. અભિનેત્રી કાસિયામ્મલ ફિલ્મ 'કદાઈસી વિવાસયી'માં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં ખેડૂતોનું જીવન સિલ્વર સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું.