• ફિલ્મનાં મેકર્સે ગુરુવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યુ

  • સુપરસ્ટાર વિજયનો ફર્સ્ટ લુક સામે આવ્યો
  • સંજય દત્તે ફરી વિલનનાં અવતારમાં ફેન્સને ચોંકાવ્યા
સાઉથના સુપરસ્ટાર થલપથી વિજયની આગામી ફિલ્મ લિયોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમના ચાહકો ઘણા સમયથી આ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે જ્યારે ત્રિશા ક્રિષ્નન ફીમેલ લીડમાં જોવા મળી રહી છે.
ત્રણ ભાષાઓમાં ફિલ્મ થશે રિલીઝ
આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી એમ ત્રણ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનાં મેકર્સે ગુરુવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જોકે હિન્દી ટ્રેલર હમણાં જ બહાર આવ્યું છે. જ્યારે આ ફિલ્મનો વિજયનો ફર્સ્ટ લુક સામે આવ્યો ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મમાં તે મજબૂત પાત્ર ભજવી રહ્યા છે.
સંજય દત્ત ફરી વિલનની ભૂમિકામાં
આ ફિલ્મમાં વિજય અને ત્રિશા કૃષ્ણનની સાથે બોલિવૂડ એક્ટર સંજય દત્તે પણ ખાસ રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં તેઓ વિલનની ભૂમિકામાં દેખાશે. તમને જણાવી દઈએ કે સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 પછી આ બીજી વખત છે જ્યારે સંજય દત્ત સાઉથની કોઈ ફિલ્મમાં વિલન બન્યા છે. જે ટ્રેલર સામે આવ્યું છે તેમાં તેમની ઝલક પણ દેખાઈ રહી છે. જેમાં તેઓ એકદમ પાવરફુલ લાગી રહ્યા છે. તેઓ એન્ટની દાસની ભૂમિકા ભજવી રહ્યા છે.
વિજયનો કીલર લુક
વિજયનું પાત્ર એકદમ દમદાર છે. તેઓ એકલા હાથે અનેક ગુંડાઓને પટકતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં તેમને જોઈને લાગે છે કે વિજય આ ફિલ્મ દ્વારા સ્ક્રીન પર છવાઈ જશે. આ ટ્રેલરે લીઓની ફિલ્મ માટે ઉત્સુકતા વધારી દીધી છે. વિજયની સાથે સંજય દત્તના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ઉત્સાહિત જોવા મળે છે. જો આપણે લીઓની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો, વિજય સ્ટારર આ ફિલ્મ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

  • Follow us on: