• સ્પ્લિટ્સવિલાની આ સિઝન ઘણા કારણોસર ચર્ચામાં 
  • સ્પર્ધક હિબા ટ્રેબેલ્સીએ કર્યો મોટો ખુલાસો
  • વીડિયો થઇ રહ્યો છે વાયરલ

સ્પ્લિટ્સવિલાની આ સિઝન ઘણા કારણોસર ચર્ચામાં રહી હતી. સ્પ્લિટ્સવિલાની આ પહેલી સિઝન છે, જેને રણવિજય સિંઘા હોસ્ટ કરી રહ્યાં નથી. આ વખતે શોમાં તેનું સ્થાન ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ લીધું છે. હા, અર્જુન આ સિઝન સની લિયોન સાથે હોસ્ટ કરી રહ્યો છે. બીજી ઉર્ફી જાવેદના કારણે શોની આ સિઝન ખૂબ જ ચર્ચામાં રહી હતી. અને હવે સ્પ્લિટ્સવિલા 14 એક સ્પર્ધકના દુઃખદાયક ઘટસ્ફોટને કારણે સમાચારમાં છે. આ સ્પર્ધક છે હિબા ટ્રેબેલ્સી, જેની વાર્તા કોઈની પણ આંખમાં આંસુ લાવી દેશે. શોમાં ભારત આવ્યા બાદ હિબાએ તેના સંઘર્ષ અને ડરામણા બનાવોનો ખુલાસો કર્યો હતો.

હિબા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. વ્યવસાયે મોડલ હિબા એક્ટિંગ પણ કરે છે. તેણે એક ફિલ્મમાં કેટરિના કૈફની બોડી ડબલ તરીકે કામ કર્યું છે. હિબાએ તાજેતરમાં સ્પ્લિટ્સવિલા 14માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી અને તે અંધકારમય સમયનો ખુલાસો કર્યો હતો જ્યારે તે માનવ તસ્કરીનો શિકાર બની હતી. તેણે જણાવ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને એક અંધારા રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. તેને ત્રણ દિવસ સુધી ન તો ખાવાનું આપવામાં આવ્યું કે ન પાણી. આ દરમિયાન તેને લાગ્યું કે જાણે આ તેના જીવનનો અંત છે.

પોતાની જર્ની વિશે વાત કરતાં હિબાએ કહ્યું- 'જ્યારે હું પહેલીવાર મારું મોડલિંગ કરિયર શરૂ કરવા ભારત આવી ત્યારે હું એક મોટા કૌભાંડનો શિકાર બની હતી. તે સમય મારા માટે બ્રેકડાઉનની ક્ષણ હતી. હું માનવ તસ્કરીનો શિકાર બની ગઇ હતી, જેની મને જાણ પણ નહોતી. તે મારા જીવનનો સૌથી ડરામણો સમય હતો, જે વ્યક્તિ પર મેં સૌથી વધુ વિશ્વાસ કર્યો, તેણે મારો વિશ્વાસ તોડ્યો. મારી સાથે છેતરપિંડી કરી.

હિબા આગળ કહે છે- 'તે મારા માટે ત્રાસથી ભરેલો સમય હતો. સૌથી ભયાનક સમય, મારી સાથે પ્રાણીઓની જેમ વર્તે છે. મારું અપહરણ કરવામાં આવ્યું અને ત્રણ દિવસ સુધી ભોજન અને પાણી વિના એક રૂમમાં બંધ રાખવામાં આવી. પણ, મેં હાર ન માની. પ્રયત્ન કર્યો અને તે દુઃસ્વપ્નમાંથી બહાર આવી. તે ઘટનાથી હું ગભરાઈ ગઇ. પરંતુ, આ ઘટનાએ મને પણ મજબૂત બનાવી. તેની મારા મન અને શરીર પર ખરાબ અસર થઇ, પરંતુ તેમ છતાં હું આગળ વધી. સ્પ્લિટ્સવિલા આવ્યા પછી હું ખૂબ જ ખુશ છું. સારુ થવાની આશા છે. જ્યારે મેં શરૂઆત કરી, ત્યારે ગોડફાધર વિના કામ મેળવવું ખૂબ જ મુશ્કેલ હતું. હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છું અને આગળ વધી રહી છું. મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ મને ચોક્કસ સફળતા મળશે.

  • Follow us on: