• ફિલ્મ સામ બહાદૂરનું જોરશોરથી પ્રમોશન શરૂ
  • ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે
  • વિકીએ સોશિયલ મીડિયા પર ફોટો મૂક્યા

મેઘના ગુલઝારની ફિલ્મ સામ બહાદુર હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું મુંબઈમાં જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરી એકવખત વિકી કૌશલ આર્મી લીડરના રોલમાં જોવા મળશે. જોકે, આ ફિલ્મને લઈને વિકીએ સારી એવી મહેનત કરી છે. તેમણે તાજેતરમાં આ રોલ માટે લીધેલી એક ટ્રેનિંગનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દેશના જવાનો સાથે ટ્રેનિંગ લઈ રહ્યો છે. હવે ફિલ્મને સંબંધીત તમામ કામ ખતમ થઈ ગયા છે. ગત મહિનામાં શુટિંગ સંબંધીત કેટલાક ફોટો સામે આવ્યા હતા.

શુટિંગ બાદ ફોટો પોસ્ટ

[[$googlead]]

બોલિવૂડના પાવરફુલ એક્ટર વિકી કૌશલની મોસ્ટ અ વેઈટેડ ફિલ્મ 'સામ બહાદુર'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. વિકી કૌશલે સોશિયલ મીડિયા પર એક તસવીર સાથેની પોસ્ટમાં આ માહિતી આપી હતી. તસવીરમાં મેઘના ગુલઝાર વિકી કૌશલ સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં વિકી ફિલ્ડ માર્શલ સેમ માણેકશોના રોલમાં જોવા મળી રહ્યો છે. આ સાથે વિકી કૌશલે એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે. ફિલ્મની વાર્તા સેમ માણેકશાના જીવન પર આધારિત હશે, જેનું નિર્દેશન પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મેઘના ગુલઝાર કરી રહ્યા છે.

[[$alsoread]]

બધાનો ખૂબ જ આભાર માન્યો

કૌશલે લખ્યું, 'આભાર, આભાર અને માત્ર આભર... એક સાચા મહાપુરૂષના જીવન ચરિત્રને ફરી જીવંત કરવાની પ્રક્રિયાનો ભાગ બન્યો, આ ટીમનો ભાગ બનવા માટે જેને ખરેખર પોતાનું બધુ જ આપી દીધું છે. એટલું જીવવા મળ્યું...એટલું જ શીખવા મળ્યું. આ બધુ દર્શકોની સામે લાવવાનું છે. મેઘના, રોની મારા શાનદાર કલાકાર, અવિશ્વસનીય ટીમ, માણેશા ના પરિવારને, ભારતીય સેના અને માણેશાને થેંક્યું...1લી ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં મળીશું.

ટ્રેલર રિલીઝ કરી દેવાયું

સરદાર ઉધમ સિંહ પછી ફરી એકવાર વિકી કૌશલ મોટા પડદા પર રિયલ લાઈફ સ્ટોરી બતાવવા જઈ રહ્યો છે. સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પહેલીવાર ફિલ્મ 'સામ બહાદુર'માં વિકી કૌશલ સાથે સ્ક્રીન શેર કરશે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ ફિલ્મના પ્રમોશન વખતે સ્ટારકાસ્ટ એક અલગ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મનું એક ગીત અને ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

  • Follow us on: