• 'સ્ત્રી 2' હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે
  • 'સ્ત્રી 2'ના એક્ટરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે
  • 'સ્ત્રી 2'નો એક એક્ટર કિયારા અડવાણીના પ્રેમમાં પાગલ છે

બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી 2' હાલમાં થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના 7 દિવસમાં ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

અભિષેક બેનર્જીના એક્ટિંગના ફેન્સે કર્યા વખાણ

આ ફિલ્મને લોકોનો સારો રિસપોન્સ મળી રહ્યો છે. લોકો ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટાર્સની એક્ટિંગ સુધી દરેક વસ્તુના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં જોવા મળેલા એક્ટર અભિષેક બેનર્જીએ પણ ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે.

અભિષેક બેનર્જીનો ક્રશ

અભિષેક બેનર્જી આજના સૌથી ટેલેન્ટેડ એક્ટરમાંથી એક છે. અભિષેક બેનર્જી ફિલ્મ 'સ્ત્રી 2'ની સાથે 'વેદા'માં પણ જોવા મળ્યો છે. જ્યારે તે સ્ત્રી 2માં કોમેડી કરતો જોવા મળ્યો છે, ત્યારે તે ફિલ્મ વેદામાં વિલન બન્યો છે. અભિષેક બેનર્જી દર્શકો તરફથી મળતા પ્રેમ અને વખાણનો આનંદ માણી રહ્યો છે, કારણ કે તેણે બંને ફિલ્મોમાં સંપૂર્ણપણે અલગ પાત્રો ભજવ્યા છે.

'હું કિયારા અડવાણીને પ્રેમ કરું છું': અભિષેક બેનર્જી

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અભિષેક બેનર્જીએ એક ફની ઘટનાને યાદ કરી. તેને કહ્યું કે શૂટિંગની વચ્ચે વરુણ ધવને મને મારા સેલિબ્રિટી ક્રશ વિશે પૂછ્યું અને મેં તરત જ કહ્યું કે મને કિયારા અડવાણી ખૂબ ગમે છે, તેના માટે મરું છું. વરુણ ધવને તે જ સમયે કિયારાને ફોન કર્યો અને કોલ પર તેની સાથે બધુ શેર કર્યું. અચાનક આવેલા આ કોલથી અભિષેક બેનર્જી હેરાન થઈ ગયો હતો. કિયારાનો કોલ રિસીવ કરીને તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો.


  • Follow us on: