કોમેડિયન સુનીલ પાલની પત્ની સરિતા પાલે તેના પતિના અપહરણ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. સરિતા પાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સુનીલ વિશે અપડેટ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા સરિતા પાલે લખ્યું છે કે- 'બધું બરાબર છે. સુનીલ જી પણ ઠીક છે. અમે ટૂંક સમયમાં આ સમગ્ર મામલાને જાહેર કરીશું. એકવાર પોલીસ તપાસ પૂર્ણ થઈ જાય અને FIRની ઔપચારિકતા પૂર્ણ થઈ જાય. આના પર વાત કરીશું.' હવે સરિતા પાલની આ પોસ્ટ પછી સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર સુનીલ પાલનું અપહરણ કરવામાં આવ્યું છે કે પછી તે વિચારેલા પ્લાન મુજબ કરવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ગયા મંગળવારે સાંજે સમાચાર આવ્યા કે કોમેડિયન સુનીલ પાસ ગુમ છે. તેની પત્ની સરિતા સુનીલ પાલે પોલીસમાં કેસ નોંધાવ્યો અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. પોલીસે આ મામલે ટૂંક સમયમાં અપડેટ આપવાનું કહ્યું હતું. આ પછી રાત સુધી પોલીસે માહિતી આપી કે સુનીલ પાલ મળી આવ્યો છે અને તે બિલકુલ સ્વસ્થ છે. પોલીસના આ નિવેદન બાદ કોમેડિયનના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પછી એવા સમાચાર પણ આવ્યા કે સુનીલ પાલે પોતે જ પોલીસને કહ્યું હતું કે તે સુરક્ષિત છે. તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. હવે, હાસ્ય કલાકારનું અપહરણ કોણે કર્યું તે અંગે હાલમાં કંઈપણ પ્રકાશમાં આવ્યું નથી.
સુનિલ પાલે શેર કર્યો વીડિયો
કોમેડિયને એક વીડિયો જાહેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કહેતો જોવા મળે છે કે, 'હું સુનીલ પાલ છું, મારું 2 તારીખે અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ, હું હવે સુરક્ષિત બહાર છું. પોલીસ નિવેદન હજુ ચાલુ છે. હું તમને બાકીની બાબતોના જવાબો આગળ આપીશ. તમારો પ્રેમ અને પ્રાર્થના મારી સાથે છે. હું હવે ઠીક છું'.
સુનીલ પાલની કારકિર્દી
સુનીલ પાલે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 2005માં ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ જીત્યા બાદ તેની કારકિર્દીએ નવી દિશા પકડી. આ પછી તેણે ‘હમ તુમ’ અને ‘ફિર હેરા ફેરી’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. સુનીલ પાલ માત્ર એક મહાન કોમેડિયન જ નથી પણ એક પ્રતિભાશાળી અભિનેતા પણ છે. વર્ષ 2010માં, તેણે પોતાની ફિલ્મ 'ભાવનાઓ કો સમજો'નું નિર્દેશન કર્યું હતું, જેમાં જોની લીવર, રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા જેવા મોટા કોમેડિયનોએ કામ કર્યું હતું.