- નયનતારાએ જવાન ફિલ્મથી કર્યું બોલિવૂડમાં ડેબ્યૂ
- અભિનય બાદ નયનતારા અન્ય ક્ષેત્રોમાં પણ ઝંપલાવશે
- નયનતારાએ 9Skin નામથી સ્કિનકેર બ્રાન્ડ પણ શરૂ કરી
નયનતારા સાઉથની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે. સ્ક્રીન પર તેની એક્ટિંગને લોકો ખૂબ પસંદ કરે છે અને લાખો ફેન્સ તેની સુંદરતાના દિવાના છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બાદ તેણે આ વર્ષે તેણે લીડ એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરીને અહીં પણ ધૂમ મચાવી હતી. તેણે હિન્દી સિનેમામાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનથી ડેબ્યૂ કર્યું હતું અને લોકોએ તેને આ ફિલ્મમાં ખૂબ પસંદ કર્યો હતો. હવે એવી અટકળો છે કે અભિનય બાદ નયનતારા અન્ય ક્ષેત્રોમાં પણ ઝંપલાવશે.
હકીકતમાં હાલ જ નયનતારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે કેમેરાની પાછળ જોવા મળી રહી છે. આ તસવીર પોસ્ટ કરીને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'નવી શરૂઆતના જાદુ પર વિશ્વાસ કરો.' તેણીની તસવીર અને આ કેપ્શન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું નયનતારા જે નવી શરૂઆત વિશે વાત કરી રહી છે તે તેના દિગ્દર્શક તરીકેની શરૂઆત છે.










