• રિયા ચક્રવર્તીએ લગ્ન કરવા બાબતે આપી પ્રતિક્રિયા
  • હાલ રિયા ચક્રવર્તી બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે
  • મને લાગે છે કે લગ્નની કોઈ ઉંમર હોતી નથી: રિયા ચક્રવર્તી

એક્ટ્રેસ અને મૉડલ રિયા ચક્રવર્તી બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે. એક્ટ્રેસ ઘણીવાર નિખિલ સાથે જોવા મળે છે. એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે. તેના જવાબમાં રિયા ચક્રવર્તી કહ્યું કે, લોકો શા માટે લગ્ન કરવા માંગે છે. રિયાએ જણાવ્યું કે, તેના મોટાભાગના મિત્રો પરિણીત છે અને 40ના દાયકામાં બાળકોનો ઉછેર કરી રહ્યા છે. રિયાએ કહ્યું કે, મને લાગે છે કે લગ્નની કોઈ ઉંમર હોતી નથી. બીજું તમારે શા માટે લગ્ન કરવા છે?

આ પ્રેશર માત્ર અમારા પર જ કેમ

રિયાએ કહ્યું કે, આ પ્રેશર માત્ર અમારા પર જ કેમ હોય છે? પુરુષોને આ પ્રેશર નથી હોતું કારણ કે તેમની પાસે કોઈ બાયોલોજિકલ ઘડિયાળ નથી. તમે તમારા એગ્સને ફ્રીજ કરી શકો છો. તે પણ એક મુશ્કેલ પ્રક્રિયા છે. પરંતુ તમે આ કરી શકો છો કારણ કે તમારી પાસે આ વિકલ્પ છે. મારી મોટાભાગની ફ્રેન્ડ્સે તેમના 40ના દાયકામાં લગ્ન કર્યા અને તે જ સમયે માતા બની અને બાળકોનો ઉછેર કરી છે.

રિયાએ લગ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી

રિયા ચક્રવર્તીએ કહ્યું કે, મારા ઘણા મિત્રો છે જેમણે 20 અને 30ના દાયકામાં લગ્ન કર્યા હતા. જો હું બન્નેની સરખામણી કરું તો મને લાગે છે કે 40નો દાયકો વધુ સારું છે. એક્ટ્રેસે કહ્યું કે, મારી ઉંમર 32 વર્ષની છે અને મને નથી લાગતું કે હું લગ્ન માટે તૈયાર છું. વ્યવસાયિક રીતે હું મારા જીવનમાં ઘણું કરવા માંગુ છું. હું કોર્ટમાં જઈને બીજી પરવાનગી મેળવવા માંગતી નથી. ત્યાથી એવું પણ પરવાનગી લઉં કે કોને પ્રેમ કરવો. હું મારો પાસપોર્ટ લેવા જાઉં છું. હું બધી વસ્તુ માટે જવા નથી માંગતી. રિયાએ નિખિલ પહેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી હતી. સુશાંતના મૃત્યુ બાદ રિયા પર ઘણા ગંભીર આરોપો લાગ્યા હતા.

  • Follow us on: