- T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે ઇતિહાસ રચ્યો
- વિરાટ સિવાય હાર્દિક જીત બાદ વીડિયો કોલ પર વાત કરતો દેખાયો
- લોકોએ અનુમાન લગાવ્યું કે તે તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો
શનિવારે બાર્બાડોસના બ્રિજટાઉનમાં કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમે તેના શાનદાર પ્રદર્શનને કારણે 11 વર્ષના ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો છે. શ્વાસ અધ્ધર કરી દેતી મેચમાં ભારતીય ટીમે સાઉથ આફિક્રાને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
આ સિદ્ધિ મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા. આ દરમિયાન વિરાટ અને હાર્દિકે મેદાનમાંથી જ કરેલા વીડિયો કોલે ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા.
આ દરમિયાન મેચના હીરો વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓની આંખોમાં આંસુ દેખાતા હતા. જીત બાદ તરત જ વિરાટ મેદાનમાંથી જ વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. તેણે તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વાત કરી. આ દરમિયાન તે બાળકો સાથે પોતાની સ્ટાઈલમાં વાત કરતો જોવા મળ્યો હતો. તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ એક ખાસ પોસ્ટ શેર કરી અને કહ્યું કે તેની પુત્રી વામિકા પણ ભારતીય ખેલાડીઓને ભાવુક જોઈને ચિંતિત થઈ ગઈ હતી.
હાર્દિકના વીડિયો કોલે તમામનું ધ્યાન ખેચ્યું
વિરાટ સિવાય હાર્દિક પણ જીત બાદ વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં સ્ટાર ઓલરાઉન્ડર વીડિયો કોલ પર કોઈની સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ અંગે લોકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું છે કે તે તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો જ્યારે અન્ય માને છે કે તે તેની માતા અથવા ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. તે કોની સાથે વાત કરી રહ્યો હતો તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ હાર્દિકે નતાશા સાથે વીડિયો કોલ પર વાત કરી હોવાની અટકળો ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક અને તેની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે બધુ બરાબર ન હોવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા હતા. તેમના સંબંધો વિશે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઘણું લખાયું અને કહેવામાં આવ્યું છે. આ બાબતો ત્યારે સામે આવી જ્યારે નતાશાએ તેની અટકમાંથી પંડ્યા હટાવી દીધી અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હાર્દિક સાથેની તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારથી તેમના સંબંધોમાં તિરાડના હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે, હજી સુધી આ મુદ્દાઓ પર બંને તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.