- ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં
- ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ કહ્યું- 'અમે ખૂબ જ ચિંતિત છીએ'
- પોલીસ તરફથી કેટલાક અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલ 2024થી ગાયબ છે. હજુ સુધી અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું નથી. ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવાના હતા પરંતુ તે ન આવ્યો ત્યારથી ગુરુચરણ ગુમ છે.
14 દિવસથી 'સોઢી'નો કોઈ પત્તો લાગ્યો નથી
22 એપ્રિલ 2024થી ગુમ થયેલા ગુરુચરણ સિંહના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમ છતાં હજુ સુધી અભિનેતાનો કોઈ પત્તો મળ્યો નથી. પુત્રના ગુમ થવાથી તેના પિતા હરજીત સિંહ ખૂબ જ પરેશાન છે. તેમણે કહ્યું હતું કે, 'જે થયું તે ખૂબ જ આઘાતજનક છે અમને ખબર નથી કે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ. અમે બધા ખૂબ જ ચિંતિત છીએ અને પોલીસ તરફથી કેટલાક અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
વૃદ્ધ પિતાનું દર્દ છલકાયું
ગુમ થવાના એક દિવસ પહેલા ગુરુચરણે પોતાના પિતા સાથેની એક તસવીર Instagram પર પોસ્ટ કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તે દિવસ વિશે વાત કરતાં તેના પિતાએ કહ્યું હતું કે, 'આવું કોઈ સેલિબ્રેશન નહોતું પણ અમે ઘરે સાથે હતા અને સારું લાગ્યું હતું. તેને બીજે દિવસે મુંબઈ જવાનું હતું. તમને જણાવી દઈએ કે તપાસ દરમિયાન ગુરુચરણ સિંહનું છેલ્લું લોકેશન દિલ્હી જ હોવાનું જાણવા મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે ગુરુચરણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢી તરીકે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું. તેણે 2013માં શો છોડી દીધો હતો પરંતુ બીજા વર્ષે તે પાછો ફર્યો હતો. આ પછી આખરે તે 2020માં શોમાંથી બહાર થઈ ગયો હતો. ગુરુચરણ ગુમ થવા મામલે પોલીસ તપાસ ચાલુ છે.