તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. ફેન્સ એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. કોમેડી શોમાં જેઠાલાલ, ઐયર, પોપટલાલ, આત્મારામ ભીડે, મહિલા મંડળ અને ટપ્પુ સેનાની જુગલબંધી ખૂબ જ પસંદ કરવામાં આવી છે.


'પોપટલાલ' ક્યારે લગ્ન કરશે?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિટકોમના પોપ્યુલર પાત્ર પોપટલાલના લગ્નનો ટ્રેક 17 વર્ષથી ચાલી રહ્યો છે. આ પાત્ર શ્યામ પાઠકે ભજવ્યું છે. પોપટલાલના લગ્નના ગીત માટે પણ શ્યામ ઘણીવાર ટ્રોલર્સનો શિકાર બને છે. જ્યારે વાસ્તવિક જીવનમાં તે પરિણીત છે અને તેના બાળકો પણ છે.

શ્યામ પાઠકે ટ્રોલિંગને લઈને કરી વાત

શ્યામે મીડિયા સાથે આ ટ્રોલિંગ વિશે વાત કરી અને કહ્યું કે તે આ ટ્રોલિંગથી પરેશાન નથી, પરંતુ તે તેના માટે એક પ્રતિસાદ જેવું છે. શ્યામે કહ્યું કે પોપટલાલના લગ્ન ગીત વિશેની બધી નકારાત્મક કોમેન્ટને હું સકારાત્મક રીતે લઉં છું. કારણ કે હું જાણું છું કે દર્શકો આ પાત્ર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. તેઓ અમને તેમના પરિવારનો ભાગ માને છે.

પોપટલાલે લગ્નને લઈને કર્યો ખુલાસો

શ્યામ પાઠકે વધુમાં કહ્યું કે ઘણાં ફેન્સ દરરોજ સાંજે 8:30 વાગ્યે તેમના લિવિંગ રૂમમાં ફેમિલી સાથે બેસીને શો જોતા રાત્રિભોજન કરે છે. એ જાણીને સારું લાગે છે કે અમે તેમના ચહેરા પર સ્માઈલ લાવીએ છીએ અને તેમનું મનોરંજન કરીએ છીએ. જ્યારે મને નેગેટિવ કોમેન્ટ મળે છે, ત્યારે પણ હું તેને પોઝિટિવ રીતે લઉં છું કારણ કે હું તેમની લાગણીઓને સમજું છું. આ સિવાય હું કહેવા માંગુ છું કે ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ કે પોપટલાલને આખરે 2025માં તેની પત્ની મળે. શ્યામ પાઠકે કહ્યું કે તે તારક મહેતા શો સિવાય પોતાના જીવન વિશે વિચારતો નથી. તે આ સિરિયલ સાથે હંમેશા જોડાયેલા રહેવા માંગે છે.


  • Follow us on: