- 12 વર્ષ સુધી નિભાવ્યો અંજલિ મહેતાનો રોલ
- 2020માં શો છોડ્યો ત્યારે બાકી હતી 6 મહિનાની સેલેરી
- હું મારી મહેનતની કમાણી છોડીશ નહીંઃ નેહા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છેલ્લા એક વર્ષમાં અનેક કલાકારો અલવિદા કહી ચૂક્યા છે. તેમાં એક નામ નેહા મહેતાનું છે. અનેક વર્ષો સુધી શોમાં અંજલિ મહેતાનો રોલ કરી રહી છે. પરંતુ જ્યારે લોકડાઉન બાદ શો શરૂ થયો તો તેઓએ પરત આવવાનો ઈન્કાર કર્યો અને સાથે જ શોને અલવિદા કહ્યું. તેમને શો છોડ્યાને લાંબો સમય થયો છે ત્યારે નેહા મહેતાએ ખુલાસો કર્યો છે. તેમના આધારે તેમને અત્યાર સુધીમાં બાકીની સેલેરી મળી નથી.

6 મહિનાની સેલેરી મળી નથી
નેહાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે 2020માં શો છોડતા પહેલા તેણે 12 વર્ષ સુધી તેમાં કામ કર્યું હતું. તેની 6 મહિનાની સેલેરી બાકી હતી. હાલમાં એ વાતને દોઢ વર્ષનો સમય થયો છે તો પણ મેકર્સે તેમને રૂપિયા ચૂકવ્યા નથી. નેહાએ કહ્યું છે કે તે ફરિયાદ કરવામાં વિશ્વાસ રાખતી નથી અને તેમને આશા છે કે આ સમસ્યાનો કોઈને કોઈ રસ્તો મળશે. તે મહેનતની કમાણીને છોડશે નહીં. નેહા મહેતાએ શો છોડ્યા બાદ તેના પરત આવવાની અટકળો હતી પણ તે પરત આવી નહીં. તેના શો છોડ્યા બાદ સુનૈના ફોજદારે તેનો રોલ કર્યો.
હાલમાં શું કરે છે નેહા મહેતા
એક્ટ્રેસ નેહા મહેતા કરિયરમાં કંઈ અલગ કરવા ઈચ્છતી હતી પણ તેઓએ આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ નેહાએ ગુજરાતી સિનેમામાં કામ કરવાનું શરૂ કર્યું છે, નેહાના આધારે તે નવા પ્રોજેક્ટની સાથે જોડાઈ છે અને શક્ય છે કે તે જલ્દી વેબ સાથે જોડાઈ શકે છે.