ટીવીના ધમાકેદાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ દર્શકોના દિલ અને દિમાગ પર રાજ કર્યું છે. દિલીપ જોશી સ્ટારર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી પર સૌથી લાંબી ચાલનારી સિરિયલ બની ગઈ છે. એવું લાગે છે કે શોના પાત્રો અને વાર્તા દર્શકોના મનમાં ઘર કરી ગયા છે.
દિલીપ જોષી અને મુનમુન દત્તા વચ્ચે થયો ઝઘડો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલ ઘણીવાર બબીતાજી પર પોતાનો પ્રેમ વરસાવતાં જોવા મળે છે. જેઠાલાલના મનમાં વર્ષોથી બબીતા જી છે. પરંતુ રિયલ લાઈફમાં બબીતાજી અને જેઠાલાલ વચ્ચે ઝઘડો પણ થઈ ગયો છે. ખરેખર, 2017માં તારક મહેતાના સેટ પર દિલીપ જોશીની મુનમુન દત્તા સાથે ઝઘડો થયો હતો.
મુનમુન દત્તાએ દિલીપ જોષીને કર્યો ઈગ્નોર
મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલીપ જોશીના કેટલાક મિત્રો તારક મહેતાના સેટ પર આવ્યા હતા. તેઓએ દિલીપ જોશીને મુનમુન દત્તાને મળવાની અને તેની સાથે ફોટા પડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવી પરિસ્થિતિમાં દિલીપ જોશીએ પણ મુનમુન દત્તાને તેના મિત્રો સાથે ફોટો ક્લિક કરાવવા વિનંતી કરી હતી. પરંતુ મુનમુન દત્તાએ દિલીપ જોશીની વાતને બહુ મહત્વ આપ્યું નહીં. તેણે કથિત રીતે દિલીપ જોશીને સાંભળવાની ના પાડી, જેનાથી એક્ટર ખૂબ જ નિરાશ થયો.
દિલીપ જોષીએ મુનમુન દત્તાને આપી સલાહ
દિલીપ જોશીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર મુનમુન દત્તાનું વર્તન બિલકુલ પસંદ ન હતું. તેણે મુનમુન દત્તાને ઠપકો આપતા કહ્યું કે તારું વર્તન લોકોમાં નેગેટિવ ઈમેજ બનાવે છે. તેમજ દિલીપ જોશીએ મુનમુન દત્તાને નાની નાની બાબતો પર બિનજરૂરી એટીટ્યૂડ ન બતાવવાની સલાહ આપી હતી.
2008થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલા છે મુનમુન દત્તા અને દિલીપ જોષી
મુનમુન દત્તા અને દિલીપ જોષી છેલ્લા 16 વર્ષથી સતત 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં એકસાથે કામ કરી રહ્યા છે. આ શોમાં જોડાયા બાદ મુનમુન દત્તા અને દિલીપ જોષી અન્ય કોઈ ફિક્શન શોમાં જોડાયા નથી.