તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. ફેન્સ એક પણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. કોમેડી શોમાં જેઠાલાલ, ઐયર, પોપટલાલ, આત્મારામ ભીડે, મહિલા મંડળ અને ટપ્પુ સેનાની જુગલબંધી ખૂબ જ પસંદ કરવામાં આવી છે.


ફેન્સ હજુ પણ દયાબેનને યાદ કરે છે. ઘણા એપિસોડમાં તેની ગેરહાજરી અનુભવાય છે. તાજેતરમાં જ અસિત કુમાર મોદીએ દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીના વાપસી પર મૌન તોડ્યું હતું. પોપ્યુલર સિટકોમમાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશાએ 2018માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારથી તે ક્યારેય શોમાં પરત ફરી નથી.

દયાબેનના પાછા ફરવા પર દિશા વાકાણીએ શું કહ્યું?

અસિત કુમાર મોદીએ મીડિયા સાથે વાત કરતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે “દયાબેનને પાછા લાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મને પણ તેમની યાદ આવે છે. ક્યારેક સંજોગો એવી રીતે બદલાય છે કે અમુક બાબતો બને છે અને તેમાં વિલંબ થાય છે. ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે. ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બને છે.

શું દિશા વાકાણી દયાબેન તરીકે આવશે પરત?

અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે દિશા શોમાં પાછા ફરે તેવી શક્યતા ઓછી છે કારણ કે તે તેના બે બાળકોના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેકરે કહ્યું કે "હું હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું. મારું માનવું છે કે દિશા વાકાણી પાછી નહીં આવી શકે. તેને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ અમારો તેના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા વાકાણીએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે એક પરિવાર છે. અમે 17 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ અને હવે અમે એક પરિવાર બની ગયા છીએ.

બીજી દયાની થશે એન્ટ્રી?

મેકરે આગળ કહ્યું કે “હવે દિશા વાકાણી માટે શોમાં પાછા ફરવું મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે ખરેખર થોડું મુશ્કેલ છે, પરંતુ હું હજુ પણ પોઝિટિવ છું. કોઈક રીતે મને લાગે છે કે હા. ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે આવે તો સારી વાત રહેશે. જો કોઈ કારણોસર તે નહીં આવે, તો મારે શો માટે બીજી દયાબેનને લાવવી પડશે."


  • Follow us on: