• બલવિંદરનું પરફોર્મન્સ બેસ્ટ છેઃ ગુરુચરણ સિંહ
  • દર્શકો બલવિંદરને સોઢીના રૂપમાં એકસેપ્ટ કરી શકતા નથી
  • સોશિયલ મીડિયામાં ફેન્સ પણ આપી રહ્યા છે ફિડબેક

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુરુચરણ સિંહ ચર્ચામાં છે. થોડા સમય પહેલા 25 દિવસ ગાયબ રહ્યા બાદ તેઓ જાતે પરત આવ્યા અને કહ્યું કે ખાસ કારણને લઈને ઘર છોડીને જતા રહ્યા હતા. હાલમાં તેઓએ તારક મહેતામાં કોઈ ભૂમિકા નિભાવી રહ્યા નથી. તેમની જગ્યા બલવિંદર સિંહે લીધી છે. આ સમયે તારક મહેતાના સોઢીએ ખાસ નિવેદન આપતાં કહ્યું કે લોકો તેમને પસંદ કરી રહ્યા નથી.

શું કહે છે ગુરુચરણ સિંહ

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં ગુરુચરણ સિંહે કહ્યું કે મને તો લોકોની પાસેથી સાંભળવા મળે છે કે તે સારું કરી રહ્યા નથી. મને એ પણ ખ્યાલ છે કે તેઓ એક સારા એક્ટર છે અને મહેનત કરી રહ્યા છે. તમામ એક્ટર્સ જે નવા આવ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, મને તમામ વાત ખબર છે પણ એવું થાય છે કે દર્શકોના મનમાં એકવાર એક વ્યક્તિ ફિટ થઈ જાય છે તો તે નીકળવાનું મુશ્કેલ બને છે. મને ખ્યાલ નથી કે તેનું કારણ શું છે.

એકસેપ્ટ કરવાનું મુશ્કેલ

ગુરુચરણે એમ પણ કહ્યું કે બલ્લૂ એટલે કે બલવિંદરની વાત કરું તો મેં અનેક ચીજો જોઈ છે, જે કંઈ ઈન્સ્ટાગ્રામ પર આવે છે. તેમાં જોવા મળે છે. શોર્ટ્સ આવે છે, રીલ્સ આવે છે તે હું પણ જોઉં છું. એવી ફિલિંગ આવે છે કે હું પણ આવું કરી શકું છું, જે મને લાગે છે કે કદાચ લોકોને પણ આવું જ લાગશે. મારા ફેન્સને પસંદ આવશે. ગુરુચરણે બલવિંદરના સપોર્ટમાં કહ્યું કે તેમની ભૂલ નથી કેમકે તેમનું બેસ્ટ પરફોર્મન્સ હોવા છતાં દર્શકો તેમને સોઢીના રૂપમાં એકસેપ્ટ કરી શકતા નથી.

શું ફરીથી કરશે તારક મહેતા...માં વાપસી

ગુરુચરણ સિંહે 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ 2013માં શો છોડ્યો. પછી વર્ષ 2014માં પરત આવ્યા હતા. આ પછી 2020માં ફરીથી શો છોડી દીધો અને ફરી પરત પમ આવ્યા. હવે જોવાનું એ છે કે શું 2024માં તેઓ ફરીથી શોમાં વાપસી કરશે કે કેમ? 

  • Follow us on: