ભારતીય ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર પ્રત્યેક એપિસોડ માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ અભિનેતાની કુલ નેટવર્થ વધીને 300 કરોડ રૂપિયા થઈ જાય એમાં કોઈ નવાઈ નથી. સાસ-બહુ સિરિયલો હોવા છતાં, ટેલિવિઝનના સૌથી ધનિક અભિનેતાનું બિરુદ કોઈ બીજાને મળ્યું છે.


આ બીજું કોઈ નહીં પણ કપિલ શર્મા છે. તમને સૌથી અમીર ટીવી સ્ટારની કમાણી, નેટવર્થ અને લાઈફસ્ટાઈલ વિશે જણાવીએ. આ લિસ્ટમાં રૂપાલી ગાંગુલી પણ છે, જે પ્રતિ એપિસોડ રૂ. 3 લાખ કમાય છે અને 'નાગિન 6'ના તેજસ્વી પ્રકાશ જેવા જાણીતા ફેસ પણ આ લિસ્ટમાં છે. પરંતુ ભારતીય ટેલિવિઝનનો સૌથી ધનિક એક્ટર બીજો કોઈ નહીં પણ કોમેડિયન કપિલ શર્મા છે.

કપિલ શર્માની નેટવર્થ

મીડિયા રિપોર્ટ મુજબ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના હોસ્ટ કપિલ શર્મા પ્રતિ એપિસોડ 5 કરોડ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. કપિલ શર્માને 2007માં શરૂ થયેલી 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3'થી ખ્યાતિ મળી હતી. તેને 2013માં કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને બાદમાં 2016થી 2023 સુધી ધ કપિલ શર્મા શોને હોસ્ટ કર્યો હતો.

કરોડોનું છે કપિલ શર્માનું ઘર

તેની પાસે અંધેરીમાં રૂ. 15 કરોડની કિંમતનો આલીશાન એપાર્ટમેન્ટ છે, જ્યાં તે તેની માતા, પત્ની ગિન્ની અને તેના બે બાળકો સાથે રહે છે. તેનું ઘર ખૂબ જ સુંદર છે. આ સિવાય કપિલ શર્મા પાસે ચંદીગઢની બહાર એક ફાર્મહાઉસ પણ છે, જેની કિંમત 25 કરોડ રૂપિયા છે.

રૂપાલી ગાંગુલીની કમાણી

ટીવી દર્શકોની પ્રિય અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી વિશે વાત કરીએ તો, તેની પ્રતિ એપિસોડની કમાણી લગભગ 3 લાખ રૂપિયા હોવાનું જણાવા મળ્યું છે.

જેઠાલાલની કમાણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણો જૂનો અને લોકપ્રિય છે. તેના લીડ એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી માટે એપિસોડની ચૂકવણી લગભગ 1.5-2 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જેઠાલાલ ટીવીના સૌથી મોંઘા કોમેડી અભિનેતા છે.

  • Follow us on: