• રાજ અનાદકટને પણ એક મોટો પ્રોજેક્ટ મળ્યો
  • રામજી ગુલાટી દ્વારા નિર્મિત ગીતમાં જોવા મળશે
  • મ્યુઝિક વીડિયોની સાથે બોલિવૂડમાં પણ કિસ્મત અજમાવવા ઈચ્છે છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ અનેક દિવસોથી પરેશાન છે અને અનેક કેરેક્ટર શો છોડે તેવી અનેક વાતો વહેતી થઈ છે. આ ટીવી શોમાં તારક મહેતાનો કિરદાર નિભાવનારા એક્ટર શૈલેષ લોઢા શોથી બહાર નીકળી ચૂક્યા છે. આ સાથે દયા ભાભી એટલે કે દિશા વાકાણી પણ શોમાં પરત આવી રહી નથી, તેમના સ્થાને અન્ય એક્ટ્રેસ આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે એક એવી ખબર આવી રહી છે કે આ શોમાં ટપ્પૂનો રોલ કરનારા રાજ અનાદકટને પણ એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. તે પોતાની એક્ટિંગના કારણે દર્શકોનું દિલ જીતી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર તે જલ્દી એક મ્યૂઝિક આલ્બમમાં ડેબ્યૂ કરનારા છે. રાજને રામજી ગુલાટી દ્વારા નિર્મિત ગીતમાં જોવા મળશે.


શું કહ્યું રાજ અનાદકટે

આ પ્રોજેક્ટ પર વાત કરતા રાજ અનાદકટે કહ્યું કે મ્યુઝિક વીડિયોઝ કરવા મારી કરિયરના ચેકલિસ્ટમાં હંમેશા સામેલ રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં એક ટેપ દૂર છે. આ મ્યુઝિક વીડિયોમાં ફીચર હોવાના કારણે હું ઉત્સાહિત છું. તેની સાથે રાજે એમ પણ કહ્યું કે હું ક્યારેય પોતાને લિમિટમાં રાખવા ઈચ્છતો નથી. હું સારું કામ કરવા માટે હંમેશા મારી સીમાઓને ખુલ્લી રાખીશ. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે ઓટીટી પ્રોજેક્ટ પર પણ કામ કરવા ઈચ્છે છે અને મ્યુઝિક વીડિયો કરવાની સાથે બોલિવૂડમાં પણ કિસ્મત અજમાવવા ઈચ્છે છે.


પહેલા મ્યુઝિક વીડિયોને લઈને ટપ્પૂની પ્રતિક્રિયા

પોતાના પહેલા મ્યૂઝિક વીડિયો પર વાત કરતા તેણે કહ્યું કે આ મારો પહેલો મ્યૂઝિક વીડિયો બનશે. હું મ્યૂઝિકમાં સાથે કામ કરવા ઈચ્છું છું અને રામજી ગુલાટીથી સારું કોણ હોઈ શકે છે. મારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમના મ્યૂઝિક વીડિયોથી ભરેલું છે. હું ઉત્સાહિત છું અને આ એસોસિએશન માટે ખુશ છું. હાલમાં એમ લાગે છે કે રાજ તારક મહેતાનો શોને અલવિદા કહી શકે છે. ગયા વર્ષે રાજ અનાદકટ આ શોમાં બબીતા જીનો રોલ કરનારી મુનમુન દત્તા સાથેની રિલેશનશીપને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા.

  • Follow us on: